AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, શનિવારથી કોર્ટ કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ કરાશે

|

Jul 16, 2021 | 10:42 PM

ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગનું લોન્ચિંગ થશે. ગુજરાત માટે આ એક અતિ મહત્વનું અને ઐતિહાસિક ક્ષણ બની રહેશે. લાઈવ સ્ટ્રીમિંગ લોન્ચિંગના આ કાર્યક્રમ યુટ્યુબ ઉપર ઓનલાઈન જોઈ શકાશે.

AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, શનિવારથી કોર્ટ કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ કરાશે
Gujarat HIGH COURT

Follow us on

AHMEDABAD :  ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગનું લોન્ચિંગ થશે. ગુજરાત માટે આ એક અતિ મહત્વનું અને ઐતિહાસિક ક્ષણ બની રહેશે. લાઈવ સ્ટ્રીમિંગ લોન્ચિંગના આ કાર્યક્રમ યુટ્યુબ ઉપર ઓનલાઈન જોઈ શકાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રામનાના હસ્તે 17 જુલાઇએ ઇનોગરેશન થશે. આ પ્રસંગે ઇ-કમિટીના ચેરમેન અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુંડ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ખાસ આમંત્રિત મહેમાન તરીકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહ પણ ઉપસ્થિત રહેશે.

નોંધનીય છેકે લોન્ચિંગ સહિત લાઈવ સ્ટ્રીમિંગના નિયમો પણ જાહેર કરાશે. હવેથી હાઇકોર્ટની અન્ય કોર્ટ ઇચ્છે તો તેમની કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ થઇ શકશે. સૌ-પ્રથમવાર ગુજરાત હાઇકોર્ટે કોર્ટ કાર્યવાહી યુ ટ્યુબ લાઈવ પ્રસારણ કરવાનો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત, જસ્ટિસ વિક્રમ નાથની કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ સફળ રહ્યું છે.

“ઓપન કોર્ટ કોન્સેપ્ટ”ના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલા આ સ્ટ્રીમિંગને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. 26 ઓક્ટોબર 2020ના રોજ ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 8 મહિનાથી વધુ સમયથી ચાલતા આ લાઈવ સ્ટ્રીમિંગના 41 લાખ વ્યુઅર્સ અને 65 હજાર સબ્સ્ક્રાઇબર્સ પણ બન્યા હતા. યુ-ટ્યુબ ઉપર પ્રસારિત થતી આ લાઈવ સ્ટ્રીમિંગની જૂની લિંક્સ પણ ઓનલાઇન જોઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઘણાં બધાં લોકોએ આ સ્ટ્રીમિંગને જોઈ અને મોટી સંખ્યામાં એના ફોલોવર્સ પણ થયા છે. 20 જુલાઈ 2021ના રોજ લાઈવ સ્ટ્રીમિંગ માટેના કાયદાઓ ઘડી કાઢવામાં આવ્યા જેને ફૂલ કોર્ટની મંજૂરી પણ મળી ગઈ છે.

હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે એક નોટિફિકેશનમાં જણાવ્યું  કે શનિવાર (17 જુલાઇ) ના રોજ ઓનલાઇન ફંક્શનમાં કોર્ટ ઔપચારિક રીતે કોર્ટના અન્ય રસ ધરાવતી બેંચોની કોર્ટ કાર્યવાહીની લાઇવ સ્ટ્રીમિંગ કોર્ટ શરૂ કરશે. આ લાઇવ સ્ટ્રીમિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ રૂલના સંચાવાર વિમોચનની ઓનલાઇન કાર્યક્રમ ૧૭મી જુલાઇના રોજ યોજવામાં આવશે.

ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે પણ કહ્યું હતું કે કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ રહે, જેથી સામાન્ય લોકો પણ જાણી શકે કે આટલા કેસો કોર્ટમાં કેમ પેન્ડિંગ છે.

Published On - 10:35 pm, Fri, 16 July 21

Next Article