Ahmedabad : નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતાં નાસભાગ મચી, ફાયર બ્રિગેડે લીકેજ પર કાબૂ મેળવ્યો

|

Apr 28, 2022 | 10:07 PM

નારોલમાં કાશીરામ ટેકસટાઇલ પાસે નેશનલ આઇસ બરફ(Ice Factory) ની ફેકટરીમાં ગેસ લીકેજ થયો છે. જે કોલ મળતા ફાયર બ્રિગેડે ગાડી સ્થળ પર રવાના કરી. તેમજ અધિકારી પણ સ્થળ પર રવાના થયા. જોકે ટીમ પહોંચે તે પહેલા ગેસ લીકેજ વધી ગયો અને વાતાવરણમાં ગેસ ફેલાઈ ગયો.

Ahmedabad : નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતાં નાસભાગ મચી, ફાયર બ્રિગેડે લીકેજ પર કાબૂ મેળવ્યો
Ahmedabad Narol Ice Factory Gas Leak

Follow us on

અમદાવાદના (Ahmedabad) નારોલમા બરફ બનાવતી ફેકટરીમાં(Ice Factory) ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી છે. જેની પર ફાયર બ્રિગેડને(Fire Brigade)  કોલ મળતા ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી ગેસ લીકેજ કંટ્રોલમાં લીધો હતો. ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે નારોલમાં કાશીરામ ટેકસટાઇલ પાસે નેશનલ આઇસ બરફ ની ફેકટરીમાં ગેસ લીકેજ થયો છે. જે કોલ મળતા ફાયર બ્રિગેડે ગાડી સ્થળ પર રવાના કરી. તેમજ અધિકારી પણ સ્થળ પર રવાના થયા. જોકે ટીમ પહોંચે તે પહેલા ગેસ લીકેજ વધી ગયો અને વાતાવરણમાં ગેસ ફેલાઈ ગયો. જેથી વધુ ટીમની મદદ લેવાઈ અને 11 ફાયર બ્રિગેડની ગાડી અને અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઘટનાને કંટ્રોલમાં લીધી.

ઘટનામાં જાણવા મળ્યું કે ફેકટરીમાં એમોનિયા કોમ્પ્રેસરની મેઈન લાઇન લિકેજ થઈ હતી. જે વધુ લિકેજના કારણે વાતાવરણમાં ગેસ ફેલાઈ ગયો અને આસપાસ તેની અસર થઈ. તો ગેસ લીકેજ કંટ્રોલ કરવા જતાં એક ફાયર બ્રિગેડ કર્મચારીને ગેસની અસર થતા હોસ્પિટલ ખસેડાયો. જે ગેસ લીકેજ પર ફાયર બ્રિગેડની સતર્કતા અને સતત પાણીનો મારો ફેકટરી અને રોડ અને હવામાં ચલાવી ગેસ લીકેજ કંટ્રોલમાં લીધો. તેમજ પાઇપ લાઇનનો વાલ્વ બંધ કરતા વધુ મોટી ઘટના થતા ટળી હતી. જોકે ગેસ લીકેજની અસર આસપાસના વાતાવરણમાં થઈ હતી. જે ગેસ લીકેજ કઈ રીતે થયો તે હજુ જાણી શકાયું નથી. પણ ફાયર બ્રિગેડે ગેસ લીકેજ કાબુમાં લઈ મોટી ઘટના થતા ટાળી હતી.

આ ઘટના પરથી અન્ય બરફની ફેકટરી ધરાવતા લોકોએ વધુ ધ્યાન રાખવું પડશે. કેમ કે હાલમાં ગરમી વચ્ચે બરફનો વધુ ઉપયોગ થવાથી પ્રોડક્શન વધ્યું છે. પણ આવા સમયે સાધનોનું મેઇન્ટેનન્સ નહિ થતું હોવાથી આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ કિસ્સો આવા લોકો માટે લાલ બતી સમાન ગણી શકાય છે.

આ પણ વાંચો

આ પણ વાંચો :  Gandhinagar: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી, થયો આ પર્દાફાશ

આ પણ વાંચો : બનાસકાંઠા : પાણીના તળ ઊંચા આવે તે માટે 111 તળાવોનું નવનિર્માણ થશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 10:01 pm, Thu, 28 April 22

Next Article