Ahmedabad: ભાજપના (BJP LEADER) સિનિયર નેતા અને પૂર્વ પ્રધાન (I.K.JADEJA) આઇ.કે.જાડેજાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડાયા છે. જાડેજાની હાલ અમદાવાદની (U.N.MEHTA HOSPITAL) યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ સૂત્રો પ્રમાણે હાલ આઇ.કે.જાડેજાની હાલત સ્થિર છે. જોકે આઇ.કે.જાડેજાનો મેડિકલ રિપોર્ટ્સ આવ્યા બાદ ડૉક્ટરની સલાહ મુજબ આગળની ટ્રીટમેન્ટ આપવામાં આવશે.
નોંધનીય છે કે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી તથા ભાજપના નેતા આઈ.કે જાડેજા ગત વર્ષે કોરોનાની બીજી લહેર (Second Wave) દરમિયાન એપ્રિલ 2021માં કોરોનાની (CORONA) ઝપેટમાં આવી ગયા હતા. જે બાદ તેમણે યુ.એન મહેતા હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી અને કોરોનામાં સ્વસ્થ થયા બાદ આઇ.કે.જાડેજાને ડિસ્ચાર્જ કરાયા હતા.
જણાવી દઈએ કે, હાલમાં જ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા (PM MODI))પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈ.કે જાડેજાની કામગીરીની કાર્યકરો વચ્ચે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ સરકારની યોજનાઓનું કાર્ડ જરૂરિયાતમંદો વચ્ચે વહેંચવાના આઈ.કે જાડેજાના સરાહનીય કાર્યની પ્રશંસા કરી કાર્યકર્તાઓને તેમાંથી શીખ લેવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : Sabarkantha: 5100 યુવકોને ત્રિશુલ દિક્ષા અપાઇ, હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો કાર્યક્રમ
Published On - 12:33 pm, Sun, 13 March 22