AHMEDABAD : Amaના પૂર્વ પ્રમુખ ડોકટર મોના દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કર્યા ચોંકાવનારા ખુલાસા

|

Apr 14, 2021 | 5:35 PM

AHMEDABAD : રાજ્ય અને શહેરમાં કોરોના સ્થિતિ બેકાબુ બની રહી છે અને તેનું કારણ છે સતત વધતા કોરોના કેસ. અને તેનાથી પણ મોટી સમસ્યા છે વધતા કોરોના કેસમાં ઓક્સિજનના વધતા દર્દી.

AHMEDABAD : Amaના પૂર્વ પ્રમુખ ડોકટર મોના દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કર્યા ચોંકાવનારા ખુલાસા
મોના દેસાઇ

Follow us on

AHMEDABAD : રાજ્ય અને શહેરમાં કોરોના સ્થિતિ બેકાબુ બની રહી છે અને તેનું કારણ છે સતત વધતા કોરોના કેસ. અને તેનાથી પણ મોટી સમસ્યા છે વધતા કોરોના કેસમાં ઓક્સિજનના વધતા દર્દી. કારણ કે ઓક્સિજન વાળા દર્દી વધતા હોસ્પિટલમાં ઓક્સિજનની તંગી સર્જાઈ છે. જેના કારણે દર્દીનો તો જીવ જોખમમાં છે પણ હોસ્પિટલ પણ ક્યાં પ્રકારે વ્યવસ્થા કરવી. ક્યાંથી ઓક્સિજન લાવવો તેવા પ્રશ્નો સર્જાયા છે.

ત્યારે આ પ્રશ્નો વચ્ચે અને છેલ્લા કેટલાક દિવસોથી ઓક્સિજનની વધતી માંગ વચ્ચે આજે ama ( અમદાવાદ મેડિકલ એસોસિએશન ) ના પૂર્વ પ્રમુખ ડોકટર મોના દેસાઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં ઓક્સિજનની તંગી સામે 100 ટકા ઓક્સિજન મેડિકલ ક્ષેત્ર ફાળવવામાં આવે તેવી માંગ સાથે વિવિધ ખુલાસા કરાયા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

પત્રમાં amaના પૂર્વ પ્રમુખ ડોકટર મોના દેસાઈએ લખ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની માંગ ખૂબ વધી છે. ઓક્સિજન ખૂટી રહ્યા છે. જે દર્દી માટે જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે જો ઓક્સિજન ન મળ્યો તો. તો સાથે જ ઓક્સિજનની સમસ્યાના કારણે icu બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હોવાનો પણ ઉલ્લેખ પત્રમાં કરાયો છે. પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલમાં બેડ ભરાઈ ગયા છે. જેથી દર્દીને ટ્રાન્સફર કરવો તો ક્યાં કરવો તે પ્રશ્ન છે. જે સમસ્યાનો ઉકેલ લાવવો ખૂબ જરૂરી છે.

મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસથી ઓક્સિજનની અછત સર્જાઈ છે. જેને જોતા રાજ્ય સરકાર સવાર 60 ટકા ઓક્સિજન જથ્થો મેડિકલ ક્ષેત્રે આપવાનું નક્કી કરાયું હતું. જોકે તેમ કરવા છતાં પણ જથ્થો ઓછો પડી રહ્યો છે. અને દર્દી અને સાથે હોસ્પિટલ ની સમસ્યા વધી રહી છે. ત્યારે આ તમામ બાબતોને ધ્યાને રાખી amaના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખી મેડિકલ ક્ષેત્રે 100 ટકા ઓક્સિજન જથ્થો પૂરો પાડવા સહિત હોસ્પિટલની સમસ્યાઓ દૂર કરવા માંગ કરી છે. જેથી દર્દી ને ઝડપી અને સારી સારવાર વગર કોઈ અડચણે આપી શકાય.

Published On - 5:34 pm, Wed, 14 April 21

Next Article