Ahmedabad : ચોમાસા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત્, શાહીબાગ ડફનાળા પાસે 20 ફૂટ ઊંડો ભૂવો પડયો

|

Oct 14, 2021 | 1:25 PM

ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં 20થી ભુવા પડ્યા છે.એક તારણ મુજબ અમદાવાદમાં 20 વર્ષ જૂની લાઈન હોવાને કારણે ભૂવા પડે છે. અમદાવાદના રસ્તાઓ પર પડતાં ભૂવા જ્યાં જયાં પડ્યા છે. ત્યાં કાં તો પાણીની લાઈન હોય છે. કાં તો મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલતું હોય છે.

ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી પણ અમદાવાદ શહેરના રસ્તા પર પડતા ભૂવા વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યા. શહેરના શાહીબાગ ડફનાળા પાસે 20 ફૂટ ઊંડો મહાકાય ભૂવો પડી ગયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો સિવિલ હોસ્પિટલને જોડે છે. જેથી દિવસમાં ઘણી વખત એમ્બ્યુલન્સ પણ પસાર થતી હોય છે. એટલે ભૂવાનું સમારકામ ઝડપથી થાય તે ખૂબ જરૂરી છે. જોકે કોર્પોરેશને દાવો કર્યો છે કે 10થી 15 દિવસમાં ભૂવાનું સમારકામ પૂર્ણ કરી દેવાશે. કોર્પોરેશનના ઈજનેરનું કહેવું છે કે ઝાડના મૂળિયા સ્ટોર્મ વૉટરલાઈનમાં ઘૂસી જતા આ ભૂવો પડ્યો છે. જેનું કામ ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

ચાલુ સિઝનમાં અમદાવાદ શહેરમાં 20થી ભુવા પડ્યા છે.એક તારણ મુજબ અમદાવાદમાં 20 વર્ષ જૂની લાઈન હોવાને કારણે ભૂવા પડે છે. અમદાવાદના રસ્તાઓ પર પડતાં ભૂવા જ્યાં જયાં પડ્યા છે. ત્યાં કાં તો પાણીની લાઈન હોય છે. કાં તો મેટ્રો ટ્રેનનું કામકાજ ચાલતું હોય છે.

અમદાવાદના શાસ્ત્રીનગર પાસે આવેલો આજથી 25 દિવસ પહેલાં પડ્યો હતો. અમદાવાદના રન્નાપાર્ક વિસ્તારમાં 10 દિવસ પહેલા ભૂવો પડયો હતો. આમ, શહેરમાં ભુવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહીં. ભુવા પડવાને કારણે જે-તે વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે અગવડનો સામનો કરવો પડે છે. પરંતુ, આ મામલે તંત્ર દ્વારા ખાસ કોઇ ઠોસ પગલાં લેવાઇ નથી રહ્યાં. તેથી લોકોમાં ખાસ નારાજગી જોવા મળે છે.

Next Video