Ahmedabad : થલતેજથી સોલા સુધીનો એલીવેટેડ બ્રિજ આજથી શરૂ, નાયબ મુખ્યપ્રધાને પુલને લોકાર્પિત કર્યો

|

Jun 27, 2021 | 6:35 PM

Ahmedabad : અમદાવાદ અને ગાંધીનગરને જોડતી કડીરૂપ સરખેજ ગાંધીનગર હાઇવે પર સતત વધી રહેલા વાહનવ્યવહારના કારણે અનેક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આજે નાયબ મુખ્યપ્રધાનના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું હતું

Ahmedabad : થલતેજથી સોલા સુધીનો એલીવેટેડ બ્રિજ આજથી શરૂ, નાયબ મુખ્યપ્રધાને પુલને લોકાર્પિત કર્યો
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

Follow us on

Ahmedabad : શહેરના નાગરિકોની સુખાકારી માટે શહેરમાં સતત વિકાસની પ્રક્રિયા વેગવંતી ધોરણે કાર્યરત છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી કડીરૂપ સરખેજ ગાંધીનગર હાઇવે પર સતત વધી રહેલા વાહનવ્યવહારના કારણે અનેક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે થલતેજ અંડરપાસથી ગોતા સુધીનો ૪૨૦૦ મીટરનો કુલ ૪.૧૮ કિ.મી એલીવેટેડ બ્રીજનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જે પૈકી થલતેજ અંડરપાસથી શરું કરીને સોલા ઓવરબ્રિજ-રેલ્વે પુલ સુધીના ૧૫૦૦ મીટરના ૬ માર્ગીય ફ્લાયઓવરનું કામ પૂર્ણ થતાં વાહનચાલકોને વહેલા સુવિધા મળી રહે તે હેતુથી આજથી આ ફ્લાયઓવર નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે પ્રજાર્પણ કરવામાં આવ્યો.

” એસ.જી હાઈવે પર ટ્રાફિક નિયંત્રણ હળવું થવામાં બ્રિજની ભૂમિકા મહત્વની”- નિતીન પટેલ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

” સરખેજ – ગાંધીનગર હાઇવે પર છ માર્ગીય રસ્તો ખુલતા નાગરિકોને અવરજવર કરવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં સમય અને નાણાંની બચત થશે એમ નીતિન પટેલે જણાવ્યું. સાથે જ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે થલતેજ અંડરપાસથી પસાર થયા બાદ ઝાયડસ સર્કલ સુધી ખૂબ ટ્રાફિક રહેવા પામતો હતો, જેથી નાગરિકોની સુખાકારી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત નિર્ણય લઈને થલતેજથી ગોતા સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોર બનાવવાનુ કાર્ય ઝડપથી પૂર્ણતાના આરે છે.

ગોતા ફ્લાયઓવરથી થલતેજ અંડરપાસ સુધી ૪.૧૮ કિમી એલીવેટેડ બ્રિજ રૂ.૩૨૫ કરોડના ખર્ચે નિર્માણાધિન

જેમાંથી આજે ૧.૪૮ કિ.મી.નું એક માર્ગીય કાર્ય પૂર્ણ થતાં નાગરિકો વાહનવ્યવહાર કરી શકશે એમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. થલતેજથી ગોતા સુધીના સમગ્ર બ્રીજનો કુલ ખર્ચ રુ.૩૨૫ કરોડ થવાનો અંદાજ છે. જેમાથી આજે ખુલ્લો મુકવામાં આવેલ બ્રિજનો ખર્ચ રૂ.૫૧ કરોડ થયો છે. આ પ્રસંગે ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, માર્ગ અને મકાન વિભાગના પદાધિકારીઓ અધિકારીઓ, કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.

Next Article