Ahmedabad : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનામુક્ત થયા, 15 દિવસની સારવાર બાદ યુ.એન મહેતામાંથી રજા અપાઈ

|

May 09, 2021 | 5:35 PM

Ahmedabad : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. અને, નીતિન પટેલ આજે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેઓ ગત 24મી એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા.

Ahmedabad : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનામુક્ત થયા, 15 દિવસની સારવાર બાદ યુ.એન મહેતામાંથી રજા અપાઈ
નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલ - ફાઇલ તસવીર

Follow us on

Ahmedabad : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. અને, નીતિન પટેલ આજે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા છે. તેઓ ગત 24મી એપ્રિલના રોજ કોરોના સંક્રમિત થયા હતા. 24 એપ્રિલે નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક નીતિન પટેલને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 15 દિવસની સારવાર લીધા બાદ નીતિન પટેલ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. સાથે જ હાલમાં ડોક્ટરની સલાહ મુજબ નીતિન પટેલને આરામ કરવાની સલાહ અપાઇ છે. આ વિશે નાયબ મુખ્યપ્રધાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી હતી.

નીતિન પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં ફોટો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, 15 દિવસથી કોરોનાની સારવાર મેળવ્યા બાદ હોસ્પિટલમાંથી મને રજા અપાઇ છે. ભગવાનના આશીર્વાદ અને આપ સૌની શુભેચ્છાથી હું ઝડપથી સ્વસ્થ થયો છું. મારા દરેક શુભેચ્છો અને હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફનો હું આભારી છું. ડોક્ટરની સલાહ મુજબ હજુ મારે વધારે આરામની જરૂર હોઈ મને સહકાર આપવા સર્વેને વિનંતી.’

નીતિન પટેલ 24 એપ્રિલે થયા હતા કોરોના સંક્રમિત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 24 એપ્રિલે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને કાળજી લેવા વિનંતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બે દિવસ અમિત શાહ અને વિજય રૂપાણી સાથે હતા​​​​​​​​​​​​​​
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ રાજ્ય સરકાર, રક્ષા મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સહાયતાથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર તૈયાર થતી 950 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલના નિરીક્ષણ માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઉપસ્થિત હતા. આ ઉપરાંત તેઓ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ, કોલવડા ખાતે 300 લીટર પ્રતિ મિનિટની ક્ષમતા ધરાવતા PSA ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્‌ઘાટન સમયે પણ શાહ અને રૂપાણીની સાથે ઉપસ્થિત હતા. આ દરમિયાન તેઓ અનેક ટોચના અધિકારીઓ તથા રાજનેતાઓના સંપર્કમાં આવ્યા હતા.

Next Article