અમદાવાદ : પેટ્રોલ-ડીઝલ બાદ CNGમાં ભાવ ઘટાડો કરવા માગ

|

Nov 06, 2021 | 5:30 PM

પેટ્રોલ ડિઝલની એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં સરકારે રાહત આપી ભાવ ઘટાડયા છે. સીએનજી ઉપર પણ સરકાર દ્વારા 17થી 19 ટકા ટેક્સ અને વેટ લેવામાં આવે છે. ત્યારે સીએનજીના ટેક્સ અને વેટમાં રાહત આપી સરકાર ભાવમાં ઘટાડો કરે તેવી માંગ કરવામાં આવી છે.

અમદાવાદ  : પેટ્રોલ-ડીઝલ બાદ CNGમાં ભાવ ઘટાડો કરવા માગ
Ahmedabad: Demand for reduction in CNG prices after petrol-diesel

Follow us on

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલની એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરી રાહત આપવામાં આવી છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં પણ ઘટાડો કરવા માંગ કરવામાં આવી છે.સરકાર દ્વારા સીએનજીના ટેક્સમાં ઘટાડો કરી સીએનજીના ભાવમાં ઘટાડો કરવા ઓટો રીક્ષા એસોસિએશને માંગ કરી છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સરકારને સીએનજી ગેસના ભાવમાં ઘટાડો રાહત આપવા માંગ કરી છે.સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે 10 નવેમ્બરના રોજ રીક્ષા આગેવાનોની બેઠક મળશે. હાલ રાજ્યમાં પ્રતિ કિલો 64.99 રૂપિયામાં સીએનજી ગેસ મળી રહ્યો છે. છેલ્લા 10 મહિનામાં સીએનજીના ભાવમાં 13 રૂપિયાનો કમરતોડ વધારો કરવામાં આવ્યો છે.

CNGમાં થયેલો ભાવ વધારો(પ્રતિ કિલો)

-25 જાન્યુઆરીના રોજ 1.31 રૂપિયાનો વધારો થયો
-17 ફેબ્રુઆરીના રોજ 0.95 રૂપિયાનો વધારો થયો
-8 જુલાઈના રોજ 0.68 રૂપિયાનો વધારો થયો
-6 ઓગસ્ટના રોજ 1 રૂપિયાનો વધારો થયો
-2 ઓક્ટોબરના રોજ 2.56 રૂપિયાનો વધારો થયો
-6 ઓક્ટોબરના રોજ 1.30 રૂપિયાનો વધારો થયો
-11 ઓક્ટોબરના રોજ 1.63 રૂપિયાનો વધારો થયો
-18 ઓક્ટોબરના રોજ 1.50 રૂપિયાનો વધારો થયો
-2 નવેમ્બરના રોજ 2 રૂપિયાનો વધારો થયો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

10 મહિનામાં CNGના ભાવમાં 13 રૂપિયાનો વધારો, ટેક્સ ઘટાડી CNGનો ભાવ ઘટાડવા માંગ

છેલ્લા 10 મહિનામાં સીએનજીના ભાવમાં 9 વખત વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2021માં પ્રતિ કિલો સીએનજીનો ભાવ 52.36 રૂપિયા હતો. જે વધીને અત્યારે 64.99 રૃપિયાએ પહોંચ્યો છે.જેમાં સૌથી વધારે ઓક્ટોબર મહિનામાં જ સીએનજીના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં સીએનજીના ભાવમાં 6.99 રૂપિયાનો વધારો થયો છે.

પેટ્રોલ ડિઝલની એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં સરકારે રાહત આપી ભાવ ઘટાડયા છે. સીએનજી ઉપર પણ સરકાર દ્વારા 17થી 19 ટકા ટેક્સ અને વેટ લેવામાં આવે છે. ત્યારે સીએનજીના ટેક્સ અને વેટમાં રાહત આપી સરકાર ભાવમાં ઘટાડો કરે તેવી માંગ કરવામાં આવી છે.

હાલ તો પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારાને કારણે લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યાં છે. ત્યારે આ માર ઓછો થાય તે ઇચ્છનીય છે.

આ પણ વાંચો : T20 World Cup માટે ટીમ ઈન્ડિયામાં અવગણના કરવામાં આવી છે, હવે 4 વિકેટ લઈને પોતાની યોગ્યતા જણાવી, ન્યુઝીલેન્ડ સિરીઝ પર નજર

આ પણ વાંચો : BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

Next Article