AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : મોત એટલા વધ્યાં કે શબવાહિની ખૂટી પડી, 108 એમ્બ્યુલન્સનો શબવાહિની તરીકે ઉપયોગ

AHMEDABAD : CORONAને કારણે થતાં મોતના આંકડા વધી રહ્યાં છે. શહેરમાં હવે તો મોત થયાં બાદ મૃતદેહોને પણ રાહ જોવા પડે છે. મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.

AHMEDABAD : મોત એટલા વધ્યાં કે શબવાહિની ખૂટી પડી, 108 એમ્બ્યુલન્સનો શબવાહિની તરીકે ઉપયોગ
108 કહો કે શબવાહિની
| Updated on: Apr 20, 2021 | 2:38 PM
Share

AHMEDABAD : CORONA કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે CORONAને કારણે થતાં મોતના આંકડા વધી રહ્યાં છે. શહેરમાં હવે તો મોત થયાં બાદ મૃતદેહોને પણ રાહ જોવા પડે છે. મૃતદેહ લેવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. હવે મૃતદેહ લઈ જવા માટે શબવાહિની ખૂટી પડી છે. જેના કારણે હવે 108 એમ્બ્યુલન્સનો શબવાહિની તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. શહેરમાં 108 પર શબવાહિનીનું સ્ટિકર લગાવીને હવે એમાં મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે. આવી અનેક એમ્બ્યુલન્સનો શબવાહિની તરીકે ઉપયોગ વધ્યો છે.

108 એમ્બ્યુલન્સ કહો કે શબવાહિની !! સામાન્ય રીતે 108 એમ્બ્યુલન્સનો દર્દીઓની હેરફેર માટે ઉપયોગ થતો હોય છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા સમયે 108 આર્શિવાદરૂપ છે. પરંતુ, હવે તો શહેરમાં 108 શબવાહીની તરીકે પણ કામે લાગી છે. CORONAને કારણે મોટા ભાગની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. HOSPITALની બહાર દર્દીઓને દાખલ કરવા એમ્બ્યુલન્સની લાંબી લાઇન લાગે છે. બીજી તરફ, CORONAને કારણે મોત થયાં બાદ ડેડબોડી હોસ્પિટલમાંથી લેવા અને સ્મશાનમાં પણ લાંબી લાઇન લાગે છે. મૃતદેહો વધતાં સરકારી શબવાહિની અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે. છતાં મૃતદેહો લઈ જવા માટે વપરાતી શબવાહિની અને એમ્બ્યુલન્સ ખૂટી પડી છે. હવે 108નો ઉપયોગ પણ મૃતદેહો લઈ જવા માટે થઇ રહ્યો છે.

108ની આજુબાજુ શબવાહિનીના સ્ટિકર લગાવાયા છે શહેરના સિવિલ હોસ્પિટલ રોડ પર 108 એમ્બ્યુલન્સ ફરતી નજરે પડી રહી છે. પરંતુ આ સામાન્ય 108ની એમ્બ્યુલન્સ રહી નથી, પરંતુ, એમ્બ્યુલન્સ હવે શબવાહિની તરીકે સેવા આપી રહી છે. આ માટે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનાં સ્ટિકર લગાવવામાં આવ્યાં છે, એમ્બ્યુલન્સના આજુબાજુના 2 ભાગ તથા પાછળ દરવાજા પર શબવાહિની લખવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પણ કોરોનાના મૃતદેહો લઈ જવા માટે જ કરવામાં આવી રહ્યો છે.

એક એમ્બ્યુલન્સમાં 2-2 મૃતદેહો લઇ જવાય છે 2 દિવસ અગાઉ જ શહેરમાં એક એમ્બ્યુલન્સમાં 2 મૃતદેહો લઈ જવાનાં દૃશ્યો સામે આવ્યાં હતાં, ત્યારે હવે 108 એમ્બ્યુલન્સ પર શબવાહિનીનું સ્ટિકર લગાવવામાં આવ્યું અને એનો ઉપયોગ પણ શબવાહિની તરીકે થતો હોવાથી હવે શબવાહિની પણ ખૂટી પડી હોય એવું લાગી રહ્યું છે. અને, મૃતદેહોને પહોંચી વળવા એમ્બ્યુલન્સમાં 2-2 મૃતદેહો લઇ જવાઇ રહ્યાં હોવાનું પણ સામે આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">