Ahmedabad : દસક્રોઈ તલાટી કમ મંત્રીમંડળના કર્મચારીઓએ ઓનલાઇન અને મહેસુલ કામગીરીનો બહિષ્કાર કર્યો

|

Oct 01, 2021 | 5:33 PM

કામથી અળગા રહેલા કર્મચારી ઓએ એ પણ જણાવ્યું કે તેઓ 7 તારીખે ફરી એકઠા થશે અને બાદમાં 12 તારીખે મુખ્યમંત્રીને તેઓ રજુઆત કરશે. અને તેમ છતાં નિર્ણય નહિ આવે તો તેઓ પોતાનું આંદોલન યથાવત રાખશે.

Ahmedabad : દસક્રોઈ તલાટી કમ મંત્રીમંડળના કર્મચારીઓએ ઓનલાઇન અને મહેસુલ કામગીરીનો બહિષ્કાર કર્યો
Ahmedabad: Daskaroi Talati cum cabinet employees boycott online and revenue operations

Follow us on

એક તરફ સરકાર લોકોને સુવિધા આપવાના દાવા અને પ્રયાસ કરી રહી છે. ત્યાં ખુદ ઘરમાં જ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે સરકારમાં કામ કરતા જ કર્મચારીઓ પોતાની વિવિધ માંગની સાથે વિરોધ પર ઉતર્યા છે. જેની અસર સરકારી કામગીરી પર પડી શકે છે.

મળતી માહિતી પ્રમાણે દસક્રોઈ તલાટી કમ મંત્રી મંડળના કર્મચારી વિરોધ પર ઉતર્યા છે. જેઓએ આજથી તલાટી કમ મંત્રી તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી અને મહેસુલ કામગીરીનો બહિષ્કાર કર્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓ 2017થી તલાટી કમ મંત્રી હડતાળ પાડી રજુઆત કરી રહ્યા છે. જેમાં તેઓની 16 માંગણીઓ છે. જેની અંદર મુખ્ય માંગણી 4400 ગ્રેડ પે થાય. 2004 ની ભરતી છે તો સમાન કામ સમાન વેતન ગણવું.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024

સંલગ્ન વિભાગમાં પ્રમોશન મળે તેવી માંગ. પંચાયત વિભાગ સિવાયની કામગીરી ન સોંપવામાં આવે તેવી માંગ. 2010માં રેવન્યુ તલાટીની ભરતી થઈ તે રેવન્યુ તલાટી કામ નથી કરતા જે તલાટી કમ મંત્રી પાસે કરાવે છે તો બને તલાટી મરજ કરે કે કામ વિભાજન કરે તેવી માંગ. આંતર જિલ્લા ફેર બદલીના લાભો ઝડપી નક્કી કરવા માંગ. તલાટી કમ મંત્રી પર થતા હુમલાની ઘટના રોકવા અને રક્ષણ આપવા માંગ. એક ગામ એક તલાટી નિમણૂક કરવા માંગ સહિત 16 જેટલી માંગ છે.

 

જેની અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ નિવેડો નહિ આવતા ફરી એકવાર કર્મચારી વિરોધના શૂરમાં જોવા મળ્યા અને જ્યાં સુધી સરકાર તેમની માંગ નહીં સંતોષે ત્યાં સુધી કામનો બહિષ્કાર કરવા નિર્ણય કરી કર્મચારી અમદાવાદ જિલ્લા પંચાયત ઓફિસ ખાતે ઘરના પર બેઠા છે.

કામથી અળગા રહેલા કર્મચારી ઓએ એ પણ જણાવ્યું કે તેઓ 7 તારીખે ફરી એકઠા થશે અને બાદમાં 12 તારીખે મુખ્યમંત્રીને તેઓ રજુઆત કરશે. અને તેમ છતાં નિર્ણય નહિ આવે તો તેઓ પોતાનું આંદોલન યથાવત રાખશે.

તો આ તરફ ગ્રામ વિકાસ એજન્સીના 11 માસ કરાર આધારિત કર્મચારીની ડીડીઓને રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કર્મચારીઓએ ફિક્સ પગાર તેમજ કાયમી કરવાની માંગ કરી. કર્મચારી છેલ્લા પાંચ વર્ષથી રજુઆત કરી રહ્યા છે. જે 11 માસ કરાર આધારિત 7 લાખ જેટલા કર્મચારીને અસર કરતો મુદ્દો છે. તો કર્મચારીઓએ જો પ્રશ્ન હલ નહિ થાય તો આગામી દિવસમાં આંદોલન કરવા ચીમકી પણ ઉચ્ચારી છે.

મહત્વનું છે કે 2017થી કર્મચારી રજુઆત કરી રહ્યા છે. જેઓએ અગાઉ સી.આર.પાટીલે પાંચ વર્ષના કર્મચારીને કાયમી કરવા જણાવ્યું હતું. તે મુદ્દો પણ લઈ કર્મચારી અધિકારીને રજુઆત કરવા પહોંચ્યા હતા. તેમજ આગામી દિવસમાં કર્મચારી મુખ્યમંત્રીને રજુઆત પણ કરશે. અને, જો રજુઆત બાદ કોઈ નિકાલ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા રજુઆત કરવા આવેલા કર્મચારીએ ચીમકી ઉચ્ચારી છે.

જે કર્મચારી તાલુકા લેવલ પર વિવિધ યોજનામાં કામગીરી કરે છે. અને જો તેઓ આંદોલન પર ઉતરે તો તેની લોકોની સરકારી કામગીરી પર અસર પડી શકે છે. જેનાથી સમસ્યા ઉભી થઇ શકે છે. જેથી સરકારે આ બંને મુદ્દે ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. જેથી કર્મચારીઓની સમસ્યાનો હલ કરી શકાય. સાથે જ લોકોને અગવડતા પણ ન પડે.

 

Published On - 5:24 pm, Fri, 1 October 21

Next Article