Ahmedabad :કોર્પોરેશનના તળાવ નિર્માણ પાછળ કરોડોના ખર્ચ બાદ પણ જાળવણીમાં જોવા મળતી બેદરકારી

|

May 31, 2022 | 11:31 PM

અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા તળાવ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે ત્યારે તળાવો સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓને નવા તળાવ બનાવવામાં રસ છે પરંતુ તળાવમાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય તે બાબતમાં AMCને રસ જણાતો નથી.

Ahmedabad :કોર્પોરેશનના તળાવ નિર્માણ પાછળ કરોડોના ખર્ચ બાદ પણ જાળવણીમાં જોવા મળતી બેદરકારી
Ahmedabad Chandola Lake (File Image)

Follow us on

અમદાવાદ કોર્પોરેશનને (Ahmedabad) નવા તળાવ (Lake)બનાવવામાં રસ છે પણ આ તળાવમાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય તેમાં સહેજ પર રસ હોય એવું લાગતું નથી. કેમકે વરસાદમાં તળાવની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાતું જોવા મળશે પણ તળાવ ખાલીખમ હશે એ બતાવે છે કે પાલિકા પાસે વરસાદી પાણીનો નિકાલ તળાવોમાં થાય તેવું કોઈ આયોજન જ નથી. તેમજ તેની જાળવણી માટે કોર્પોરેશન બેદરકારી(Negligence) દાખવી રહી છે.

 શહેરના તળાવ ગંદકીથી ખદબદી રહ્યા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા તળાવ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે ત્યારે તળાવો સૂકાભઠ્ઠ જોવા મળી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓને નવા તળાવ બનાવવામાં રસ છે પરંતુ તળાવમાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય તે બાબતમાં AMCને રસ જણાતો નથી. શહેરના તળાવ ગંદકીથી ખદબદી રહ્યા છે. જે તળાવ બની ગયા છે તેમાં ગટરનું પાણી ઠલવાયું રહ્યું છે.ત્યારે એએેમસી દ્વારા ખર્ચાયેલા કરોડો રૂપિયા ક્યાં ખર્ચાયા તે એક મોટો સવાલ છે.

44 તળાવને ઈન્ટરલીંકીંગ  કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો પણ નિર્ણય

જોકે આ ફક્ત ચંડોળા તળાવની જ સ્થિતિ નથી. આવી જ સ્થિતિ અન્ય તળાવોની પણ છે. આજ તળાવોની આસપાસ વરસાદી પાણી ભરાવાની મુશ્કેલી સર્જાતી હોય છે અને વરસાદ બાદ આજ તળાવ ખાલીખમ જોવા મળે છે.તળાવોના શહેર ગણાતા અમદાવાદમાં 1960ના દશકમાં 204 નાના-મોટા તળાવ હતા.જેની સંખ્યા ઘટીને 139 થવા પામી છે.ત્યારે તંત્રનો દાવો છે કે તળાવમાં પાણીનો સંગ્રહ કરાશે.શહેરમાં કુલ 44 તળાવને ઈન્ટરલીંકીંગ  કરી વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Next Article