VIDEO: કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત બાદ કોંગ્રેસે મેયરનું રાજીનામું માગ્યું

|

Jul 15, 2019 | 5:09 PM

અમદાવાદના કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 31થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘાયલો પૈકી 29 એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ ઘાયલો પૈકી અનેક મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે. મૂળ રાજસ્થાનના રીંકેશના પિતાનું 12 વર્ષ પહેલા મોત નિપજ્યું હતું. તેના પરિવારમાં હાલ માતા અને ત્રણ બહેનો છે. આ […]

VIDEO: કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત બાદ કોંગ્રેસે મેયરનું રાજીનામું માગ્યું

Follow us on

અમદાવાદના કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 31થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘાયલો પૈકી 29 એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ ઘાયલો પૈકી અનેક મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે. મૂળ રાજસ્થાનના રીંકેશના પિતાનું 12 વર્ષ પહેલા મોત નિપજ્યું હતું. તેના પરિવારમાં હાલ માતા અને ત્રણ બહેનો છે.

આ પણ વાંચોઃ VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આ વિધાનસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડશે

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘરમાં એકના એક કમાનાર રીંકેશના બંને પગે ફ્રેક્ચર થયા છે. તેમજ પીઠના ભાગે પણ ઈજા થઈ છે. છ મહિના સુધી રીંકેશ ઉભો થઈને ચાલી શકે તેમ નથી. હોસ્પિટલમાં ઘાયલોની સારવારનો ખર્ચ તો સરકાર ચુકવશે. પરંતુ ત્યારબાદના ખર્ચ અને પરિવારના ગુજરાનને લઈ રીંકેશ ચિંતીત છે. રાજ્ય સરકાર કોઈ સહાય કે મદદ જાહેર કરે તેવી રીંકેશના પરિવારજનો માગ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કાંકરિયા દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની એલ.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ 29 ઘાયલો પૈકી પાંચ લોકોના પગના ઓપરેશન કરવામાં આવ્યા છે. તો એકની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત તીર્થ ભાવસારને પગ અને છાતીના ભાગે પણ અનેક ઈજાઓ થઈ છે. જેનું ઓપરેશન કરવા માટેની તૈયારીઓ હોસ્પિટલ તંત્રએ શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article