AHMEDABAD : કોરોનાના મોતના આંકડામાં ગોલમાલ, ટીવી9નું સ્મશાન ગૃહમાં રિયાલીટી ચેક

|

Apr 09, 2021 | 9:14 PM

હાલમાં માહોલ એવો સર્જાયો છે કે એક તરફ ટેસ્ટિંગમાં લાઈન. સારવારમાં લાઇન. વેકસીનેશનમાં લાઈન. ઇન્જેક્શન લેવામાં લાઈન અને અંતિમવિધિમાં પણ લાઈન જોવા મળી રહી છે.

AHMEDABAD : કોરોનાના મોતના આંકડામાં ગોલમાલ, ટીવી9નું સ્મશાન ગૃહમાં રિયાલીટી ચેક

Follow us on

ગુજરાત અને અમદાવાદમાં હાઇટાઇમ કોરોના કેસ. કોરોના કેસ સામે મોતના આંકડા પણ હાઇટાઇમ. જોકે બે સરકારી ચોપડે મોતના અલગ અલગ આંકડા સામે આવ્યા છે. સાથે જ અમદાવાદ સ્મશાનમાં સુરત સ્મશાન જેવી પરિસ્થિતિ બની રહી હોવાના પણ શહેરીજનોના આક્ષેપ છે.

મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે સ્મશાનમાં 2 થી 3 કલાક મૃતદેહને અંતિમ વિધિ માટે રાહ જોવી પડે છે. કેટલાક લોકો તો વિવિધ સ્મશાન ફર્યા બાદ મૃતદેહ ની અંતિમ વિધિ થઈ રહી છે.

હાલમાં માહોલ એવો સર્જાયો છે કે એક તરફ ટેસ્ટિંગમાં લાઈન. સારવારમાં લાઇન. વેકસીનેશનમાં લાઈન. ઇન્જેક્શન લેવામાં લાઈન અને અંતિમવિધિમાં પણ લાઈન જોવા મળી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વેઇટિંગને લઈને મૃતકના પરિજનોએ વ્યવસ્થામાં વધારો કરવા માંગ કરી છે. તો કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતાએ સરકાર આંકડા છુપાવતી હોવાના આક્ષેપ કર્યા. સાથે જ ભઠી વધારવા માંગ કરી. તો હાલ કેટલાક સ્થળે એક જ ભઠીમાં નોર્મલ અને કોરોના મૃતદેહના નિકાલ કરતા સ્થાનિકોમાં નારાજગી પણ વ્યાપી છે. તેમજ મૃતદેહ જોડે આવતા પરિજનોમાં પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે.

સુરત જેવી સ્થિતિ અમદાવાદમાં બની રહી હોવાના મૃતકના પરિજનોના આક્ષેપ છે. જેને લઈને પરિજનોએ સરકારે વિશેષ ધ્યાન આપવાની માંગ કરી છે. તેમજ આરોગ્ય વિભાગની અવ્યવસ્થાને કારણે પણ વેઇટિંગ ચાલતા હોવાના આક્ષેપ કર્યા છે.

એટલું જ નહીં પણ અંતિમવિધિ પ્રક્રિયામાં શબવાહીની ચાલકોને શબ વાહીની સેનેટાઇઝ નહિ કરી આપતા હોવાથી તેમજ ppe કીટ પણ નહિ આપતા હોવાથી મૃતદેહ લેવા બાબતે પરિજન સાથે ઘર્ષણ થતા હોવાના પણ પ્રશ્નો ઉભા થયા છે. ફાયર વિભાગ દ્વારા ઘર્ષણ મામલે યોગ્ય ધ્યાન આપવા પણ માંગ ઉઠી છે.

8 એપ્રિલે સરકારી આંકડા પ્રમાણે 8 લોકોના અમદાવાદમાં મોત બતાવ્યા છે.

જોકે અન્ય સરકારી ચોપડે મૃતદેહનો આંકડો વધુ પ્રમાણમાં છે. જેમાં કુલ 20 વર્ધિ નોંધાઈ. જેમાં 6 વર્ધિ વેઇટિંગના કારણે કેન્સલ થયાની વાત છે. એટલે જે સરકારી આંકડા 8 મોત સામે 20 કોલ વર્ધિના નોંધાયા છે. જે મોત ના આંકડાની પોલ ખુલી પાડે છે.

8 એપ્રિલ સમય અને સ્મશાન પ્રમાણે કોલ જોઈએ તો,
6.20 ચામુંડા 1
6.40 એલિસબ્રિજ 1 કેન્સલ
6.52 અચેર 1 કેન્સલ
6.57 નરોડા 1 કેન્સલ
10.00 વાડજ 1
10.45 ઘુમા 1 કેન્સલ
11.38 થલતેજ 1
12.08 એલિસબ્રિજ 1
14.08 એલિસબ્રિજ 1
14.40 એલિસબ્રિજ 1
14.42 બિલાલ નગર 1 ઓઢવ
17.55 અચેર 1
18.45 જમાલપુર 1 કેન્સલ
19.00 થલતેજ 1 કેન્સલ
19.00 ઇસનપુર 1
19.32 એલિસબ્રિજ 1

14.05 એલિસબ્રિજ 1
16.16 થલતેજ 1
20.00 એલિસબ્રિજ 1
22.19 વાડજ 1

9 એપ્રિલે સ્મશાનમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે 23 કોલ આવ્યા

અમાદવાદ શહેરમાં ૮ એપ્રિલની મધ્યરાત્રીથી 9 એપ્રિલ સાંજે સાત વાગ્યા સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના અગ્નિસંસ્કાર માટે વિવિધ સ્મશાનગૃહમાં 23 કોલ આવ્યા છે, જેની માહિતી આ પ્રમાણે છે-
9 એપ્રિલ સ્મશાન પ્રમાણે કોલ જોઈએ તો…

3.45 સમય, પ્રહલાદનગર, 1

5. 08 સમય, થલતેજ, 1

5. 30 સમય, થલતેજ, 1

6. 05 સમય, વેજલપુર, 1

8. 08 સમય, પ્રહલાદનગર, 1

8. 56 સમય, જમાલપુર, 1

9.26 સમય, ઇસનપુર,1

9.31 સમય, ઘંટી ટેકરા, 1

10.20 સમય, જમાલપુર, 1

10.55 સમય, હાટકેશ્વર, 1

11.00 સમય, એલિસબ્રિજ, 1

11.15 સમય, બિલોલનગર, 1

11.25 સમય, જમાલપુર, 1

11.56 સમય, વાડજ, 1

12.50 સમય, એલિસબ્રિજ, 1

13.00 સમયે, લીલાનગર, 1

15.30 સમય, લીલા નગર 1

16.20 સમય, ઓઢવ 1

16.40 સમય, મકરબા 1

17.35 સમય, થલતેજ 1

18.00 સમય, જમાલપુર, 1

18.00 સમય, જમાલપુર, 1

19.00 સમય, એલિસબ્રિજ, 1

આ રીતે અમદવાદના વિવિધ સ્મશાનગૃહમાં કોરોના મૃતકોની અંતિમવિધિ માટે કુલ 23 કોલ આવેલા છે, જયારે સરકારી ચોપડે આનાથી અડધા આંકડા બતાવવામાં આવ્યા છે.

તો બીજી તરફ સ્મશાનની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા ટીવી 9ની ટીમે ત્રણ સ્મશાન ગૃહનું રિયાલિટી ચેક કર્યું. જેમાં એલિસબ્રિજ. થલતેજ અને જમાલપુર સ્મશાન ગૃહ પર ટીવી 9 ની ટીમ સવારે 8 વાગ્યા થી 11 વાગ્યા સુધી હાજર રહી. જે સમયના મૃતદેહના આંકડા ચોંકાવનારા હતા. જે આંકડાની વાત કરીએ તો,

એલિસબ્રિજ સ્મશાનમાં,
9.02 વાગે icu ઓન વહીલમાં કોરોના બોડી આવી
9.12 વાગે એક શબવાહીની કોરોના બોડી સાથે એલિસબ્રિજ સ્મશાન પાસેથી નીકળી
10.30 વાગે એક નોર્મલ મૃતદેહ આવ્યો
10.45 વાગે બે કોરોના બોડી એક એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા
11.15 વાગે બીજી એક કોરોના બોડી શબ વાહીનીમાં આવી
11.35 વાગે બે નોર્મલ મૃતદેહ આવ્યા
11.50 વાગે બીજી એક કોરોના બોડી આવી
12.00 વાગે નોર્મલ મૃતદેહ આવ્યો

થલતેજ સ્મશાનમાં જોઈએ તો,
10.06 વાગે કોરોના મૃતદેહ
9.30 વાગે નોર્મલ મૃતદેહ
8.30 વાગે કોરોના મૃતદેહ
9.10 વાગે નોર્મલ મૃતદેહ
9.37 વાગે નોર્મલ મૃતદેહ
10.18 વાગે એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહ લવાયા

જમાલપુર સ્મશાન જોઈએ તો,
9 :04 વાગે કોરોના મૃતદેહ
9: 30 વાગે બે કોરોના મૃતદેહ
10:04 વાગે બે કોરોમાં મૃતદેહ એક એમ્બ્યુલન્સમાં લવાયા

તો અન્ય સ્મશાનના આંકડા ગણીએ તેમજ ખાનગી વાહનમાં આવતા મૃતદેહ ગણીએ તો આંકડો ખૂબ વધી જાય. તેમજ વાડજ સ્મશાનમાં નોર્મલ અને કોરોનાના મળી 8 મૃતદેહ અંતિમ વિધિ માટે વેટિંગમાં હતા. બીજી તરફ સાબરમતી અચેર સ્મશાનમાં પણ વેઇટિંગની સ્થિતિ હતી. તો અન્ય સ્મશાનમાં પણ આવી જ હાલત જોવા મળી. જેણે તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા. આ તો સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના આંકડા હતા. જે બાદના આંકડા અને પરિસ્થિતિની કલ્પના કરવી અઘરી છે.

Published On - 4:24 pm, Fri, 9 April 21

Next Article