અમદાવાદમાં મણિનગર ખાતે આવેલી એલ.જી. હોસ્પિટલમાં તોડફોડ, ટોળાએ હોસ્પિટલને માથે લીધી, જુઓ VIDEO
અમદાવાદમાં રામોલ પાસેના જનતાનગર પાસે બે ઈસમો વચ્ચે હથિયારથી મારામારી થઈ હતી અને તેેણે બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું છે. આ મારામારી જૂની અદાવતમાં થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. જૂની અદાવત તો હતી તેમાં ફરીથી ઝઘડો થયો અને હથિયારથી મારામારી થઈ હતી. આ મારામારીમાં એક એકની હાલત પણ ગંભીર માનવામાં આવી રહી […]

અમદાવાદમાં રામોલ પાસેના જનતાનગર પાસે બે ઈસમો વચ્ચે હથિયારથી મારામારી થઈ હતી અને તેેણે બાદમાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું છે. આ મારામારી જૂની અદાવતમાં થઈ હોય તેમ માનવામાં આવી રહ્યું છે. જૂની અદાવત તો હતી તેમાં ફરીથી ઝઘડો થયો અને હથિયારથી મારામારી થઈ હતી. આ મારામારીમાં એક એકની હાલત પણ ગંભીર માનવામાં આવી રહી છે.
આ હુમલાના શંકાસ્પદ યુવકને પણ એલ.જી. હોસ્પિટલમાં ટોળાએ માર માર્યો છે અને હોસ્પિટલમાં તોડફોડ કરી છે. જૂની અદાવતની મારામારીમાં એક યુવાનની હાલત ગંભીર માનવામાં આવી રહી છે જ્યારે અમદાવાદની મણિનગર ખાતે આવેલી હોસ્પિટલની બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યાં છે અને ટોળાએ એલ.જી હોસ્પિટલમાં આવેલી સરકારી વસ્તુઓ જેવી કે ખુરશીઓમાં તોડફોડ પણ કરી છે.
