Ahmedabad: આરોગ્ય વિભાગની અવ્યવસ્થા આવી સામે, ટેસ્ટિંગ ડોમ પર ટીમ રીશેષમાં ગયા બાદ પરત આવતી ન હોવાનો શહેરીજનોનો આક્ષેપ

|

Apr 08, 2021 | 4:36 PM

અમદાવાદ: એક તરફ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં હાઈટાઈમ પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે આરોગ્ય વિભાગની અવ્યવસ્થા સામે આવી હોવાનો શહેરીજનોનો આક્ષેપ છે.

Ahmedabad: આરોગ્ય વિભાગની અવ્યવસ્થા આવી સામે, ટેસ્ટિંગ ડોમ પર ટીમ રીશેષમાં ગયા બાદ પરત આવતી ન હોવાનો શહેરીજનોનો આક્ષેપ
બપોરે ટીમ રિશેષમાં જાય અથવા કીટ ખૂટ્યા બાદ ટીમ પરત આવતી ન હોવાનો શહેરીજનોનો આક્ષેપ

Follow us on

અમદાવાદ: એક તરફ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં હાઈટાઈમ પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે આરોગ્ય વિભાગની અવ્યવસ્થા સામે આવી હોવાનો શહેરીજનોનો આક્ષેપ છે. પહેલી લહેર વખતે લોકો ભયના કારણે ટેસ્ટિંગ કરાવતા ન હતા. જોકે હવે તે ભય દૂર થતાં અને લોકો જાગૃત બનતા ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. તેની વચ્ચે AMCના આરોગ્ય વિભાગની અવ્યવસ્થા સામે આવી હોવાનો લોકોનો આક્ષેપ છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

લોકોના આક્ષેપ છે કે તેઓ ટેસ્ટિંગ કરવા માટે ટેસ્ટિંગ ડોમ પર જાય છે. જ્યાં ટોકન પ્રમાણે નંબર આપે છે અને ટેસ્ટિંગ કરે છે. જેમાં બપોર બાદ ટીમ આવે ન આવે તેવી સ્થિતિ સર્જાય છે અને જો ટીમ આવે તો ફરી પરિસ્થિતિ તેની તે જ બને છે. ત્યારે બપોરે ટીમ ગયા બાદ આવવાના કોઈ ઠેકાણા નહીં હોવાને કારણે ટેસ્ટિંગ માટે લોકોએ ગરમી વચ્ચે કલાકો રાહ જોવી પડે છે.

 

જેના કારણે લોકોમાં ડિહાઈડ્રેશનની પણ અસર સર્જાઈ શકે છે. સાથે જ ગરમીમાં રહેવાથી કોરોના પણ પોઝિટિવ આવવાની શક્યતાઓ લોકો સેવી રહ્યા છે. મોટેરા ગામ, જનતાનગર રોડ, ન્યુ સી જી રોડ, પ્રભાતચોકના રહીશોનો આ આક્ષેપ છે. તેમજ શહેરના અન્ય વિસ્તારમાં પણ આવી જ કંઈક પરિસ્થિતિ છે, જેને સુધારવાની જરૂરિયાત દેખાઈ રહી છે.

 

કારણ કે હાલમાં નાગરિક જાગૃત બની ટેસ્ટિંગ કરાવી રહ્યા હોય ત્યારે તેની સામે તે પ્રકારની વ્યવસ્થાની પણ માંગ ઉઠે તે પણ સ્વભાવિક બાબત છે તો સાથે શહેરીજનોએ  ટેસ્ટિંગ ડોમ પર રિશેષનો ટાઈમ પણ લખવાની પણ માંગ કરી છે, જેથી કોઈએ ગરમી વચ્ચે વધુ રાહ જોવાનો વારો ન આવે અને કોઈ અગવડતા ઉભી રહ્યા વગર ટેસ્ટિંગ થઈ શકે.

 

 આ પણ વાંચો: રેમડેસિવીર ઈન્જેકશન વિના નિરાશ થઈને પરત ફરતા કોરોનાગ્રસ્તોના પરીવારજનો

 

Next Article