અમદાવાદમાં(Ahmedabad) બાળકો(Children) રોગચાળાના( Epidemic) ભરડામાં સપડાયા છે..સોલા સિવિલ(Sola Civil) હોસ્પિટલમાં રોગચાળાના કેસમાં બાળકોની સંખ્યા વધારે જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં 2100 જેટલા બાળકો ઓપીડીમાં આવ્યા હતા. જેમાંથી 994 જેટલા બાળકોને દાખલ(Admit) કરવા પડ્યા હતા. તેવી જ ઓક્ટોબર મહિનાના બે સપ્તાહમાં 624 જેટલા બાળકોને દાખલ કરી સારવાર આપવી પડી છે. જ્યારે ઓપીડીમાં 1300થી વધુ બાળકો નોંધાયા છે.
આમ દોઢ મહિનામાં સોલા સિવિલ હોસ્પિટલમાં 1 હજાર 618 બાળકોને દાખલ કરાયા છે..સૂત્રો પ્રમાણે, ઓક્ટોબર મહિનાના બે સપ્તાહમાં સોલા સિવિલમાં 106 જેટલા ડેન્ગ્યૂના કેસ નોંધાયા હતા. જેમાંથી 49 બાળકો સામેલ છે. ઓપીડીમાં સારવાર માટે જે બાળકો આવે છે તેમાંથી 45 ટકા જેટલા બાળકોને દાખલ કરીને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે છે.
જોકે રોગચાળાના કારણે સોલા સિવિલમાં સદનસીબે એકેય દર્દીનું મોત થયું નથી.કોરોનાનો કેર તો અટક્યો છે પરંતુ રોગચાળાના કેસ વધ્યા છે.તો બીજી તરફ શહેરની ખાનગી હોસ્પિટલોમાં શરદી, ખાંસી, તાવ, વાઈરલ ઈન્ફેક્શન, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ સહિતના કેસમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં કરોડોની હેરાફેરી, નવા ખુલાસા સામે આવ્યા
Published On - 9:08 am, Sat, 23 October 21