Ahmedabad: શૅફ સંજીવ કપૂર સિવિલ હોસ્પિટલ માટે બન્યા “અન્નપૂર્ણા”,કોરોના વોરિયર્સને નિઃશુલ્ક ભોજન મળી રહે તેવી કરાઈ વ્યવસ્થા

|

May 05, 2021 | 5:36 PM

Ahmedabad: કોરોના મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ અલગ-અલગ હોસ્પિટલો તેમજ કોરોનાના દર્દીઓને મદદરૂપ થઈ રહ્યા છે.ત્યારે દેશના પ્રતિષ્ઠિત શૅફ એવા સંજીવ કપૂર પણ હવે એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે મદદનો હાથ લંબાવ્યો છે.

Ahmedabad: શૅફ સંજીવ કપૂર સિવિલ હોસ્પિટલ માટે બન્યા “અન્નપૂર્ણા”,કોરોના વોરિયર્સને નિઃશુલ્ક ભોજન મળી રહે તેવી કરાઈ વ્યવસ્થા
સંજીવ કપૂર, પ્રસિદ્ધ શૅફ

Follow us on

Ahmedabad: કોરોના મહામારીમાં સેવાભાવી સંસ્થાઓ અલગ-અલગ હોસ્પિટલો તેમજ કોરોનાના દર્દીઓને મદદરૂપ થઈ રહ્યા છે.ત્યારે દેશના પ્રતિષ્ઠિત શૅફ એવા સંજીવ કપૂર પણ હવે એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ માટે મદદનો હાથ લંબાવ્યો છે. અત્યાર સુધી તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના સગાઓને યથાશક્તિ મુજબ મદદરૂપ થઇ રહ્યા હતા.

શૅફ સંજીવ કપૂર સિવિલ હોસ્પિટલ માટે બન્યા

ભારતના પ્રતિષ્ઠીત શૅફ સંજીવ કપૂર અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને નિ:શુલ્ક ભોજન પુરુ પાડવાનું શરુ કર્યું

પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો તેમજ કોરોના વોરિયરને પણ તંદુરસ્ત ભોજન મળી રહે તે ઉદ્દેશથી શૅફ સંજીવ કપૂર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

શૅફ સંજીવ કપૂર દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ 12 શૅફની નિમણૂક કરવામાં આવી છે. આ શૅફ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો તેમજ કોરોના વૉરિયર માટે ત્રણ ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેસિગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં પણ ફરજ બજાવતા ડોક્ટર તેમજ કોરોના વોરિયર્સને પણ સ્પેશિયલ શૅફ દ્વારા બનાવવામાં આવેલ ભોજન પીરસવામાં આવશે.

કોરોના વોરિયર્સ – તબીબો માટે સંજીવ કપુર કરી ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધી ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તા યુક્ત ભોજન મળી રહે તો તેમનામાં નવી ઉર્જાનો સંચાર થશે અને તેઓ વધુ ઉત્સાહભેર દર્દીઓની સેવા કરી શકશે. આ ઉદ્દેશથી શૅફ સંજીવ કપૂર દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને હવે ભારતના પ્રતિષ્ઠિત શેફ સંજીવ કપૂરના હાથે તૈયાર થયેલું ભોજન મળશે

સંજીવ કપૂર દ્રઢપણે માને છે કે , કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થય અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે તો તેમનામાં નવઉર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી શકશે.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે બન્યા “અન્નપૂર્ણા”

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે, બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત શૅફ શ્રી સંજીવકપુર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રસ્તા મૂકવામાં આવ્યો હતો, જે હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે શ્રી સંજીવની સેવાભાવનાને બિરદાવીએ છીએ.

Next Article