Ahmedabad : 1 મે ​​2021થી કેટલીક વિશેષ ટ્રેનો રદ, કોરોનાને પગલે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતા લેવાયો નિર્ણય

|

May 01, 2021 | 6:23 PM

Ahmedabad : કોવિડની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાના કારણે કેટલીક વિશેષ ટ્રેનો ને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે.

Ahmedabad : 1 મે ​​2021થી કેટલીક વિશેષ ટ્રેનો રદ, કોરોનાને પગલે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતા લેવાયો નિર્ણય
ફાઇલ

Follow us on

Ahmedabad : કોવિડની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાના કારણે કેટલીક વિશેષ ટ્રેનો ને આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે.

રદ કરવામાં આવેલ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
ટ્રેન નંબર 09029/09030- બાન્દ્રા ટર્મિનસ – અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ 1 મે 2021થી આગળની સૂચના સુધી
ટ્રેન નંબર 09249/09248- અમદાવાદ – કેવડિયા – અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ 1 મે 2021 થી આગળની સૂચના સુધી
ટ્રેન નંબર 09336- ઇન્દોર – ગાંધીધામ સ્પેશિયલ 2 મે 2021 થી આગળની સૂચના સુધી અને ટ્રેન નંબર 09335 ગાંધીધામ – ઈન્દોર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ કરવામાં આવશે.

અમદાવાદની 8 જોડી ટ્રેનો આગળની સૂચના સુધી રદ રહેશે
ટ્રેન નંબર 02009/02010- મુંબઇ-અમદાવાદ-મુંબઇ શતાબ્દી સ્પેશિયલ 3 મે 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 02931/02932- મુંબઇ-અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર સ્પેશિયલ 3 મે 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 09071/09072- સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ 5 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 09260- ભાવનગર-કોચુવેલી સ્પેશિયલ 4 મે 2021 થી અને ટ્રેન નંબર 09259 કોચુવેલી-ભાવનગર સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 09293- બાંદ્રા ટર્મિનસ-મહુઆ સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09294 મહુઆ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 09310-ઇન્દોર-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 3 મે 2021 થી અને ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર સ્પેશિયલ 4 મે 2021 થી આગળની સૂચના સુધી રદ
ટ્રેન નંબર 09575-ઓખા-નાથદ્વારા સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09576 નાથદ્વારા-ઓખા સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 09579- રાજકોટ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 6 મે 2021 થી અને ટ્રેન નંબર 09580 દિલ્હી સરાય રોહિલા-રાજકોટ સ્પેશિયલ 7 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

3 સ્પેશિયલ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર હોલ્ટ રદ
ત્રણ ટ્રેનોના તેમના રૂટના કેટલાક સ્ટેશનો પરનો હોલ્ટ પાછો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો તેમની સામે બતાવેલ તારીખથી ઉપરોક્ત સ્ટેશનો પર રોકાશે નહી.
ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાના જણાવ્યા મુજબ હોલ્ટની વાપસીની વિગતો નીચે મુજબ છે.

3 સપ્ટેમ્બર, 2021 થી કોઇમ્બતુર થી ઉપડતી ટ્રેન નંબર 06614 કોઈમ્બતુર – રાજકોટ સ્પેશિયલ બોઇસર સ્ટેશન પર રોકાશે નહી.
4 સપ્ટેમ્બર, 2021 થી પુણે થી ઉપડતી ટ્રેન નંબર 01050 પુણે – અમદાવાદ સ્પેશિયલ દહાનુ રોડ અને વલસાડ સ્ટેશન પર રોકાશે નહી.
6 સપ્ટેમ્બર, 2021 થી પુણે થી ઉપડતી ટ્રેન નંબર 01192 પુણે – ભુજ સ્પેશિયલ દહાનુ રોડ સ્ટેશન પર રોકાશે નહી.

Published On - 6:17 pm, Sat, 1 May 21

Next Article