Ahmedabad Breaking News: NEET ની રિએક્ઝામમાં વાલીઓનો હોબાળો, હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા કઢાવ્યા, મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને જવા દેતા રોષ

અમદાવાદમાં NEET રિએક્ઝામ દરમિયાન વાલીઓએ મોટો હોબાળો કર્યો. મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ સાથે પ્રવેશ મળ્યો, જ્યારે હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા જેવા ધાર્મિક પ્રતીકો દૂર કરવાની ફરજ પડાઈ. વાલીઓએ આને સ્પષ્ટપણે ભેદભાવ ગણાવી NTAની ગાઈડલાઈન્સના અમલીકરણ પર સવાલો ઉઠાવ્યા અને સમાનતાના અધિકારનો ભંગ ગણાવ્યો છે.

Ahmedabad Breaking News: NEET ની રિએક્ઝામમાં વાલીઓનો હોબાળો, હિંદુ વિદ્યાર્થીઓને કંઠી અને કલાવા કઢાવ્યા, મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને જવા દેતા રોષ
| Edited By: | Updated on: Jun 21, 2026 | 2:46 PM

આજે દેશભરમાં NEET ની રિએક્ઝામ આયોજિત કરવામાં આવી છે અને સમગ્ર દેશમાંથી 22 લાખથી પણ વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યુ છે. અને NTA ની ગાઈડલાઈન અનુસાર જે વિદ્યાર્થીઓએ ગળામાં, કાનમાં, કે હાથમાં પહેરેલી તમામ મેટલની વસ્તુઓ તેમને ઉતારીને પરીક્ષા ખંડમાં જવા દેવામાં આવી રહ્યા છે.

આ જ દરમિયાન ગુજરાતના અમદાવાદના આર જે ટિબ્રવાલ સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર પર વાલીઓએ હોબાળો કર્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓની સાથે પક્ષપાતી વલણ રાખવામાં આવી રહ્યુ છે. તેમના દીકરા દીકરીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. એક તરફ સુરક્ષાકર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને ગળામાં પહેરેલી વૈષ્ણવ ધર્મની કે સ્વામીનારાયણ ધર્મની સામાન્ય કંઠી પણ ઉતારવાની ફરજ પડાઈ રહી છે, ત્યાં સુધી કે હાથમાં બાંધેલા કલાવા પણ તોડીને કાઢવાની ફરજ પડાઈ છે. સામાન્ય કાળો દોરો કે લાલ નાડાછડી બાંધેલી હોય તે પણ તોડીને વિદ્યાર્થીઓ પાસે કઢાવવામાં આવ્યા છે ત્યારબાદ જ તેમને પરીક્ષાખંડમાં જવા દેવામાં આવી રહ્યા છે.

“શું આ પાકિસ્તાન છે ? હિજાબની છૂટ તો કંઠી કે કલાવા કેમ નહી?”

બીજી તરફ મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ ઉતારાવી ચેક કર્યા બાદ ફરી હિજાબ પહેરીને જવાની છૂટ અપાઈ છે. ત્યારે વાલીઓએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો છે કે તેઓ શું પાકિસ્તાનમાં રહે છે કે તેમની સાથે આ પ્રકારનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. વાલીઓનો સીધો સવાલ છે કે સામાન્ય મોતીની કે તુલસીની કંઠી પહેરેલી હોય તો તેમા શું થઈ જવાનું છે? વાલીઓની દલીલ એવી છે કે કંઠી કે હાથમાં બાંધેલા કલાવા માં કોઈ જ મેટલ નથી, ના તો તેના દ્વારા વિદ્યાર્થીઓ કંઈ ગેરરીતિ કરી શકવાના છે તો આ પ્રકારનો ભેદભાવ શા માટે?

હિજાબ-કિરપાલ પહેરી જવાની NTAની ગાઈડલાઈનમાં છૂટ

જો કે કંઠી કે કલાવાનો આ પહેલો વિવાદ નથી. આ અગાઉ પણ NEET ની પરીક્ષામાં જ આ પ્રકારનો હોબાળો સુરતમાં એક વાલી દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે તેમની દીકરીએ ગળામાં પહેરેલી પવિત્ર કંઠી ઉતારાવી હતી. અમદાવાદમાં વાલીઓના હોબાળાને પગલે પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો. જો કે NTA ની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને કોઈપણ મેટલની વસ્તુ હાથમાં કે ગળામાં કે કાનમાં પહેરીને જવાની છૂટ નથી. તેમજ પગમાં માત્ર ચપ્પલ કે સ્લીપર જ પહેરીને જવાની સૂચના અપાઈ છે. મોજા પહેરીને જવાની પણ છૂટ નથી ત્યારે વાલીઓએ પણ વળતો NTA ની ગાઈડલાઈન સામે પણ સવાલ ઉઠાવ્યા છે કે વિદ્યાર્થીઓને એક સામાન્ય હાથ રૂમાલ પણ લઈ જવાની છૂટ નથી અપાતી તો મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને જવાની છૂટ કેમ ?

NTA ની ગાઈડલાઈનમાં પણ હિજાબ-કિરપાલ પહેરી જવાની મંજૂરી આપવામાં આવેલી છે જેની સામે વાલીઓ તેમનો વિરોધ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. વાલીઓનુ સ્પષ્ટ કહેવુ છે કે નિયમો તમામ માટે ચાહે હિંદુ હોય કે મુસ્લિમ વિદ્યાર્થીઓ દરેક માટે સરખા હોવા જોઈએ. વાલીઓની

Input Credit- Narendra Rathod- Ahmedabad

Breaking News: TET મુક્તિની માગ સાથે અમદાવાદમાં શિક્ષકોનો હલ્લાબોલ, કલેક્ટર કચેરી બહાર ધરણાં પર બેઠા

Published On - 2:22 pm, Sun, 21 June 26

Follow Us