Ahmedabad: ભાવિકા પટેલ ગુજરાતની પ્રથમ કુસ્તીબાજ કે જેણે સિનીયર નેશનલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, કોમનવેલ્થ માટે પણ પસંદગી

|

Dec 05, 2021 | 7:04 PM

ભાવિકાએ માત્ર 19 વર્ષની હોવા છતાં સિનિયર નેશનલ કુસ્તી ચેમ્પિયનશીપમાં ભાગ લીધો અને તેમાં જીત પણ મેળવી છે. ભાવિકા પટેલ માટે કુસ્તી માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ ઝનુન છે. કુસ્તીની સ્પર્ધામાં ભાવિકાએ અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા મેડલ મેળવ્યા છે.

Ahmedabad: ભાવિકા પટેલ ગુજરાતની પ્રથમ કુસ્તીબાજ કે જેણે સિનીયર નેશનલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, કોમનવેલ્થ માટે પણ પસંદગી
Bhavika patel

Follow us on

અમદાવાદની ભાવિકા પટેલે (Bhavika Patel) કુસ્તીની સ્પર્ધામાં નેશનલ લેવલ પર ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ભાવિકાએ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગોંડામાં આયોજીત સિનીયર નેશનલ કુસ્તી ચેમ્પિયનશીપ (Senior National Wrestling Championship)માં સિલ્વર મેડલ જીત્યો છે. ગુજરાતમાં કુસ્તીમાં સિનિયર નેશનલ કોમ્પિટીશનમાં મેડલ જીતનાર ભાવિકા પ્રથમ છે.

 

કોમનવેલ્થ માટે પસંદગી

દક્ષિણ આફ્રિકામાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માટે પણ ભાવિકાની પસંદગી થઈ છે. જો કે 2 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ આફ્રિકામાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સને નવા ઓમિક્રેન વેરિયન્ટના કારણે હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આમ તો સિનિયર નેશનલમાં ભાગ લેવા માટે કુસ્તીબાજની ઉંમર 20 વર્ષની હોવી જરૂરી છે. જોકે ભાવિકાએ માત્ર 19 વર્ષની હોવા છતાં સિનિયર નેશનલ કુસ્તી ચેમ્પિયનશીપમાં ભાગ લીધો અને તેમાં જીત પણ મેળવી છે. ભાવિકા પટેલ માટે કુસ્તી માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ ઝનુન છે. કુસ્તીની સ્પર્ધામાં ભાવિકાએ અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા મેડલ મેળવ્યા છે.

 

રાજ્ય લેવલ પર અનેક ગોલ્ડ મેડલ જીત્યા

ભાવિકાએ ખેલ મહાકુંભમાં અત્યાર સુધીમાં 6 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ સિવાય અનેક નાની મોટી સ્પર્ધામાં તેણે અનેક મેડલ અને પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.

 

નેશનલ લેવલ પર પણ અનેક સિદ્ધિ

ભાવિકા પટેલે ખેલો ઈન્ડિયામાં અત્યાર સુધીમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જુનિયર કેડેટ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને બીચ રેસલિંગમાં પણ તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. નેશનલ લેવલ પર ભાવિકાએ અત્યાર સુધીમાં 8થી 9 જેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે.

 

સામાન્ય પરિવારની દીકરી

ભાવિકા અમદાવાદમાં રહેતા ખૂબ જ સામાન્ય પરિવારની દીકરી છે. ભાવિકાના પિતા અમદાવાદમાં લોટ દળવાની ઘંટીની દુકાન ચલાવે છે. ખૂબ જ ઓછી કમાણી છતાં ભાવિકાના પિતા દીકરીની કુસ્તીની ધગસ જોઈને તેને ઉચ્ચ કક્ષાની રમતવીર બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.

 

ભાવિકા ક્યા લઈ રહી છે ટ્રેનિંગ

ભાવિકા પહેલા અમદાવાદમાં કુસ્તીની તાલીમ લેતી હતી. બાદમાં તેની પ્રતિભા જોઈને નડિયાદના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત(SAG)ના કોચ રમેશકુમાર ઓલાએ તેને ટ્રેનિંગ આપવાનું નક્કી કર્યુ. લગભગ વર્ષ 2016થી ભાવિકા નડિયાદની આ એકેડમીમાં કુસ્તીની તાલીમ લઈ રહી છે. અહીં ભાવિકાના ન્યુટ્રીશિયનથી લઈને તેના ફિટનેસ સુધીની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

 

ભાવિકા ખૂબ જ ઝનુની

ભાવિકાના કોચ રમેશકુમાર ઓલાનું કહેવુ છે કે ભાવિકા ખૂબ જ જલ્દી કુસ્તીની કોઈપણ નવી ટ્રીક શીખી લે છે. તે ખૂબ જ આજ્ઞાકારી છે અને તે કુસ્તીમાં ઉચ્ચ કક્ષા પર પહોંચવાની પુરી ઈચ્છાશક્તિ ધરાવે છે.

 

અનેક અડચણો પાર કર્યા

પોતાની આર્થિક પરિસ્થિતિ સિવાય પણ ભાવિકાને આગળ વધવામાં અનેક અડચણો આવી છે પણ ભાવિકાએ હિંમત અને પોતાના ખંતથી ભાવિકાએ અનેક મુશ્કેલીઓને પાર કરી છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે ભાવિકાની તાલીમ બંધ થઈ ગઈ હતી. હોસ્ટેલ્સ પણ બંધ થઇ ગયા હતા, તેથી ભાવિકાએ અમદાવાદ પરત ફરવુ પડ્યુ હતુ. ત્યારે તે નિરાશ થઇ ગઇ હતી.

 

ભાવિકા માટે આગળની સ્પર્ધાઓમાં ભાગ લેવા સતત ટ્રેનિંગ લેવી જરુરી હતી. ભાવિકાએ કોરોનાકાળમાં તાલીમ બંધ હોવા છતા પોતાની ટ્રેનિંગ તાલુ રાખવાનો નિશ્ચય કર્યો. ભાવિકાએ પોતાના કોચ રમેશકુમારને ફોન કરીને આ માટેની પરવાનગી માગી. જે બાદ શક્ય ન હોવા છતા કોચ રમેશકુમારે કોરોનાકાળમાં પણ ભાવિકાને 2 વર્ષ સુધી પર્સનલ ટ્રેનીંગ આપી. જે બાદ ભાવિકાએ આ નેશનલ ચેમ્પિયનશીપમાં મેડલ મેળવી બતાવ્યો છે.

 

ભાવિકાના કોચ તથા પરિવારજનોનું કહેવુ છે કે ભાવિકા ખૂબ જ પ્રતિભાશાળી છે. આટલી અળચણો છતાં પણ ભાવિકા ગુજરાતની પ્રથમ કુસ્તીબાજ બની છે કે જેણે સિનીયર નેશનલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હોય. ત્યારે સરકાર તરફથી તેને હજુ આગળની કક્ષા સુધી રમવા માટે સહાય આપી પ્રોત્સાહિત કરવી જોઈએ. ભાવિકા તેના કોચ અને તેમના પરિવારજનો સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

 

દક્ષિણ આફ્રિકામાં કોમનવેલ્થ ગેમ્સ હાલ પુરતી ભલે સ્થગિત થઈ છે, પરંતુ ભાવિકા તેને તાલિમ માટે વધુ સમય મળ્યો તેવું માની રહી છે. ભાવિકાના કોચનું પણ કહેવુ છે કે જો સરકાર તરફથી તેને પ્રોત્સાહન મળે તો આવનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાવિકા જરુરથી ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જીતીને જ આવશે.

 

આ પણ વાંચોઃ Career Guidance: જો તમને ઈતિહાસ વિષયમાં રસ હોય તો તમે આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકો છો

આ પણ વાંચોઃ 11 મહિના પછી આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે થશે વાતચીત ! બેઠકમાં 5 સભ્યોની સમિતિ લેશે ભાગ

Next Article