Ahmedabad: હેવાને પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો, મહિલાએ હિંમત ભેગી કરી પાઠ ભણાવ્યો

|

Dec 29, 2021 | 7:28 PM

કેસની વિગત મુજબ બાવળા તાલુકામાં રહેતી એક પ્રજ્ઞાચક્ષુ મહિલા અમદાવાદના અંધજન મંડળમાં અનાજ લેવા માટે ગઈ હતી. ઘરે જવામાં મોડું થયું એટલે મહિલાએ બાવળા માટે રિક્ષા ભાડે કરી.. જેમાં આરોપીએ, રિક્ષામાં મહિલા એકલી હોવાનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.

Ahmedabad: હેવાને પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો,  મહિલાએ હિંમત ભેગી કરી પાઠ ભણાવ્યો
Symbolic Photo

Follow us on

ગુજરાત (Gujarat) માં અવારનવાર અનેક દુષ્કર્મ (Rape)ની ઘટનાઓ સામે આવતી હોય છે.  નરાધમો હવે દિવ્યાંગ મહિલાઓને પણ બક્ષતા નથી. અમદાવાદના બાવળા તાલુકામાં રહેતી એક પ્રજ્ઞાચક્ષુ મહિલા (Blind woman) સાથે પણ કઇક આવો બનાવ બન્યો છે. એક રિક્ષા ચાલકે (Rickshaw driver) પ્રજ્ઞાચક્ષુ મહિલા એકલી હોવાનો ગેરફાયદો ઉઠાવ્યો. જો કે મહિલાએ મદદ માટે તાત્કાલિક ફોન કરતા આરોપી ગભરાઇને ત્યાંથી ભાગી ગયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પ્રજ્ઞાચક્ષુ મહિલાની ફરિયાદ બાદ થોડા દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.

 

પ્રથમ વાર વાંચતા આ વાત કાબિલ ફિલ્મની કહાણી જેવી લાગે છે. જેમાં યામી ગૌતમને પ્રજ્ઞાચક્ષુ બતાવવામાં આવી હતી અને તેની સાથે દુષ્કર્મ થયુ હતુ. જો કે રિયલ લાઇફની બાવળા તાલુકાની મહિલા સાથે ઘટેલી આ ઘટના, ફિલ્મની કથા કરતા એટલા માટે થોડી અલગ છે કેમ કે ફિલ્મમાં મહિલા એટલે કે યામી ગૌતમ બળાત્કાર બાદ આત્મહત્યા કરી લે છે. જો કે રિયલ લાઇફમાં આ ઘટનાનો શિકાર થયેલી મહિલાએ હિંમત બતાવી હતી. પ્રજ્ઞાચક્ષુ મહિલા અને તેના પ્રજ્ઞાચક્ષુ પતિની હિંમતને કારણે આખરે તેઓએ આરોપીને પોલીસના હવાલે કર્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કેસની વિગત મુજબ બાવળા તાલુકામાં રહેતી એક પ્રજ્ઞાચક્ષુ મહિલા અમદાવાદના અંધજન મંડળમાં અનાજ લેવા માટે ગઈ હતી. ઘરે જવામાં મોડું થયું એટલે મહિલાએ બાવળા માટે રિક્ષા લીધી. જેમાં આરોપીએ મહિલા રિક્ષામાં એકલી હોવાનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. મહિલાને એકાંત સ્થળે લઈ જઈ તેના પર દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે મહિલાએ હિંમત એકઠી કરીને  મદદ માટે ફોન કર્યો. જેનાથી ગભરાઈને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

પતિ પત્નીને પ્રોત્સાહિત કરે છે

પ્રક્ષાચક્ષુ મહિલાએ તેની સાથે બનેલી ઘટના વિશેની વાત તેના પ્રજ્ઞાચક્ષુ પતિ તેમજ તેના પરિવારના સભ્યોને જણાવી હતી. જે બાદ તેના પતિએ મહિલાને પ્રોત્સાહિત કરી ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ કરવી પોલીસ માટે મોટો પડકાર હતો. મહિલા દૃષ્ટિહીન હતી અને રિક્ષા અને આરોપીનું વર્ણન કરી શકતી ન હતી. આથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે 3 અલગ-અલગ ટીમો બનાવી અને સરખેજથી બાવળા સુધીના ઘણા રિક્ષાચાલકોની પૂછપરછ કરી અને કેટલાક શકમંદોને પકડ્યા.

માત્ર અવાજથી આરોપીને ઓળખી લીધો

પોલીસે તમામ આરોપીઓને પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે વાત કરવા માટે ઝડપી લીધા હતા. ફરિયાદી મહિલાએ મુખ્ય આરોપીનો અવાજ ઓળખી લીધો અને પોલીસ તપાસમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ખોટું નામ આપીને મહિલા સાથે બોલાચાલી પણ કરી હતી. પ્રજ્ઞાચક્ષુ મહિલાએ આરોપીના અવાજ પરથી અને પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી આરોપીને ઓળખ્યો હતો.

આ પણ વાંચોઃ સ્માર્ટસિટી કે ‘ખાડા-સિટી’? ગુજરાતના આ શહેરના રસ્તાઓની હાલત દયનીય, લોકોને ક્યારે મળશે સારા રસ્તાનું સુખ?

આ પણ વાંચોઃ AMC ની બેદરકારી? અમદાવાદમાં એક જ દિવસમાં 178 નવા કોરોના કેસ, છતાં એક પણ વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ નહીં

Published On - 3:19 pm, Wed, 29 December 21

Next Article