Ahmedabad : ઇમાનદાર ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી

|

Apr 04, 2021 | 4:33 PM

Ahmedabad : આજનો માનવી દિવસરાત પૈસાની પાછળ ભાગે છે. અને, પૈસા કમાવવા કેટકેટલાય કાળા કામોને પણ અંજામ આપે છે. ત્યારે જો કોઇને આસાનીથી રઝળતા રૂપિયા મળી જાય તો તેને પાછા આપવા મહામુશ્કિલ કાર્ય બને છે.

Ahmedabad : ઇમાનદાર ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી

Follow us on

Ahmedabad : આજનો માનવી દિવસરાત પૈસાની પાછળ ભાગે છે. અને, પૈસા કમાવવા કેટકેટલાય કાળા કામોને પણ અંજામ આપે છે. ત્યારે જો કોઇને આસાનીથી રઝળતા રૂપિયા મળી જાય તો તેને પાછા આપવા મહામુશ્કિલ કાર્ય બને છે. પરંતુ, કયારેક આમા અપવાદરૂપ કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. આવો જ એક ઇમાનદારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદ શહેરમાં.

આજના સમયમાં લોકો રૂપિયા મેળવવા હત્યા કરતા પણ અચકાતા નથી. લોકો રૂપિયા મેળવવા માતાપિતા, ભાઇબહેન જેવા સંબંધોને પણ નેવે મુકી દેતા હોય છે. ત્યારે રૂપિયા ભરેલી બેગ મળવી અને તેને પાછી આપવી તેવું ભાગ્યેજ બને. પણ, આવો જ ઇમાનદારીનો કિસ્સો બન્યો છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં.

અમદાવાદ શહેરમાં ઈમાનદારીની મિશાલનો એક મામલો સામે આવ્યો છે. જેમાં શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ એક પરિવાર ભૂલી ગયો હતો. જોકે ચોકીદારે મૂળ માલિકને રકમ સાથેની આ બેગ પરત કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

14 લાખ રૂપિયા ભરેલી બેગ પરત કરી

બોડકદેવના શ્યામ વિહાર એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સંબંધીનું અવસાન થયું હતું. જેથી પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સંબંધીના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમાં મુકવાનું જ ભૂલી ગયો. અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. જોકે બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈને તે મામલે લાગતા તપાસ કરતા બેગ મળી નહોતી. આખરે થાકીને સોસાયટીના ચોકીદારને ફોન કરીને પૂછતા ચોકીદાર શંકરે બેગ પોતાની પાસે સહીસલામત હોવાનું જણાવ્યું હતું.

ઈમાનદાર ચોકીદારે 4 દિવસ રૂપિયા જાનની જેમ સાચવી રાખ્યાં

ચાર દિવસ પછી નરેન્દ્રસિંહનો પરિવાર જયારે ઈન્દોરથી પરત આવ્યા હતા. ત્યારે ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ પરત આપીને પોતાની ફરજ નિભાવી હતી. બાદમાં પરિવારે ચોકીદારને 1500 રૂપિયા ઈનામમાં આપીને તેનું સન્માન પણ કર્યું હતું. આ વિશે વાત કરતા સોસાયટીના ચેરમેને જણાવ્યું હતું કે, શંકર નેપાળી છે અને આખી સોસાયટી માટે કોરોના કાળમાં પણ તે પોતાની ફરજ ચુક્યા વગર દરેક લોકો માટે દરેક નિષ્ઠાપૂર્વક કામ કરે છે.

મહેનતના રૂપિયા પર જ પોતાનો હક
નોંધનીય છે કે શંકર ગરીબ તથા નાનો માણસ હોવા છતાં પોતાની માણસાઈ ચૂક્યા વિના ફરજ નિભાવી હતી. એવામાં અન્ય નાના લોકો માટે આ ચોકીદાર મિશાલ રૂપ છે જેના મનમાં કોઈના રૂપિયા પડાવી લેવાની જગ્યાએ માત્ર પોતાની મહેનતના રૂપિયા પર જ પોતાનો હક હોવાનું માને છે.

Next Article