AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ, 15 કરોડના વિવિધ વિકાસકામોની મંજુરી અપાઈ

AMC Standing Committee meeting : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં AMCના વિવિધ સાત ઝોનના કુલ 15 કરોડના વિવિધ વિકાસકામોની મંજુરી અપાઈ છે.

AHMEDABAD : AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ, 15 કરોડના વિવિધ વિકાસકામોની મંજુરી અપાઈ
AHMEDABAD AMC Standing Committee meeting approves various development works worth 15 crore
Darshal Raval
| Edited By: | Updated on: Jul 22, 2021 | 2:20 PM
Share

AHMEDABAD : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation – AMC) દ્વારા શહેરમાં સમયાંતરે વિકાસકાર્યો કરવામ આવે છે અને આ કામો માટે બજેટ પણ મંજુર કરવામાં આવે છે. અને તેમાં પણ ચોમાસા દરમિયાન કે અન્ય કોઇ પણ ઋતુમાં લોકોની સમસ્યા પર પણ વિશેષ ધ્યાન આપી ટેન્ડર બહાર પાડી તેને મંજુર કરવામાં આવે છે.

આજે 22 જુલાઈએ મળેલી AMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક (AMC Standing Committee meeting) માં રૂપિયા 14 કરોડ કરતા વધુના ખર્ચે શહેરના વિવિધ ઝોનમાં વિકાસ કામો મંજુર કરાયા છે. જેમાં નવી ડ્રેનેજ લાઈન નાખવી, સ્ટ્રોમ વોટર તેમજ લાઈન ડીસીટીંગ કરવા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન મેનટેનન્સ , સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનોમાં મીકેનીકલ ઈલેક્ટ્રિકલ કામ , વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે એલ્યુમિના ફેરીકની ખરીદી , વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવો જેવા વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીના કામો તથા મટીરીયલ મેનેજમેન્ટ પરચેઝ કમિટીના સોડીયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન ખરીદીના કામને મંજૂરી આપવામાં આવી છે.

ક્યાં ઝોનમાં કેવા કામને અપાઈ મંજૂરી?

1) નવા પશ્ચિમ ઝોનના મક્તમપુરા, થલેતજ અને ગોતા વોર્ડમાં રૂ.3.51 કરોડના ખર્ચે સ્ટ્રીમ વોટર ડ્રેનેજ લાઈન ડીસીલ્ટીંગ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી.

2)AMCના એસ.ટી.પી. ખાતા હસ્તકના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટો તેમજ દક્ષિણ ઝોનમાં આવેલ વોટર પંપીંગ સ્ટેશનોના ઓપરેશન તથા મેન્ટેનન્સના રૂ.2.45 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી.

3)AMCના વોટર પ્રોડક્શન ખાતાના વિવિધ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો માટે એલ્યુમિના ફેરિકની ખરીદી. વોટર પંપીંગ સ્ટેશન ખાતે આવેલા ક્લોરીન પ્લાન્ટની ઈલેક્ટ્રિક મીકેનીકલની કામગીરી તથા શહેરના છ ઝોન વિસ્તારના ડાયરેક્ટ સપ્લાયના બોરવેલથી અપાતા પાણી પૂરવઠા માટે સોડીયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન ખરીદી માટે અંદાજે રૂ.3.71 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી.

4) નવા પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં નવા બનતા વોટર ડિસ્ટ્રીબ્યુશન પંપીંગ સ્ટેશનના ઈલેક્ટ્રિક મિકેનીકલ ઈક્વિપમેન્ટ તથા તેના મેન્ટેનન્સ માટે રૂ.3.82 કરોડના કામને મંજૂરી આપવામાં આવી.

5)દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં પાણીની લાઈનના નેટવર્ક નાખવાના કામ માટે રૂ.71 લાખના કામને મંજૂરી આપવામાં આવી.

6) દક્ષિણ પશ્ચિમ ઝોનના વેજલપુર વોર્ડમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના રૂ.40 લાખના કામને મંજૂરી આપવામાં આવી.

7)સંચાલિત હોસ્પિટલોમાં સર્જીકલ ડ્રેસીંગ તેમજ કોટન વુલ ગ્રુપ અંગેની આઈટમો ખરીદીના રૂ.1.40 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી. તેમજ હેલ્થ મેલેરિયા વિભાગની વેક્ટર બોન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આઈ.આર.એસ.ની કામગીરીના કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી.

પણ આપણે જોતા આવ્યા છીએ કે ચોમાસા પહેલા લાખો ખર્ચ કરી પ્રિ-મોન્સૂન પ્લાન બનાવાય છે જે ચોમાસામાં વરસાદ પડતાં પલાન ધોવાઈ જાય છે અને લોકોની સમસ્યા તેમની તેમ રહે છે. ત્યારે હાલમાં મજૂર કરાયેલ કામથી લોકોને કેટલો અને ક્યારે ફાયદો થશે તે આગામી સમય બતાવશે. પણ હાલ એટલું ચોક્કસ કહી શકાશે કે AMC વિવિધ પ્રયાસો અને કામ કરી લોકોના પ્રશ્નોને હલ કરવાનું પ્રયાસ કરી રહ્યું છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">