અમદાવાદ : ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ઘસડીને પોલીસ સ્ટેશને લઇ જવાના કેસમાં 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

|

Nov 29, 2021 | 1:30 PM

અમદાવાદના ચાંદખેડાના પોલીસ કર્મચારીઓ વૃદ્ધને ઘરમાંથી ઘસડી લઇ ગયા હતાં. જેના સીસીટીવી વીડિયો ખુબજ વાયરલ થયા હતા. જે મામલે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર બાબત સામે આવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તપાસના આદેશ અપાયા હતા.

અમદાવાદ : ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ઘસડીને પોલીસ સ્ટેશને લઇ જવાના કેસમાં 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ
ચાંદખેડા પોલીસ સ્ટેશન (ફાઇલ)

Follow us on

ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ઘરેથી ઘસેડી પોલીસ સ્ટેશન લઈ જવાનો મુદ્દે 6 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. આ કેસમાં બે મહિલા સહિત 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા છે. તેમજ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે ખાતાકીય પગલાં ભરવા પોલીસ કમિશનરને ભલામણ કરાઈ છે. મકાન માલિકે ભાડે રહેતા પીઆઇ વી.જી. રાઠોડ પાસે મકાન ખાલી કરાવતા અદાવત રાખી ચાંદખેડા પીઆઇ સાથે મળી વૃદ્ધ દંપતી સાથે આવો વ્યવહાર કરાયાનો આક્ષેપ હતો. કોર્ટમાં મેટર જતા ફરિયાદ નોંધવા સહિત કાર્યવાહીના આદેશ કરતા કાર્યવાહી કરાઇ છે.

અમદાવાદના ચાંદખેડાના પોલીસ કર્મચારીઓ વૃદ્ધને ઘરમાંથી ઘસડી લઇ ગયા હતાં. જેના સીસીટીવી વીડિયો ખુબજ વાયરલ થયા હતા. જે મામલે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર બાબત સામે આવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તપાસના આદેશ અપાયા હતા. જેના પગલે સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતાં 6 પોલીસકર્મીઓને ડીસીપી ઝોન 2 વિજય પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. અને પીઆઇ કે.વી પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ થયા છે.

ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા, ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે ચાંદખેડાના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી પટેલ અને આઈબીના પીઆઈ સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે અને કેસની વધુ સુનાવણી 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં અરજદારે માગ કરી હતી કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધો અને કાયદા મુજબ પગલા લો, વળતર પેટે તેમને પાંચ લાખની ચુકવણી કરવામાં આવે અને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચો : રાજકોટ : ધોરાજી પંથકના ખેડૂતોની હાલત કફોડી, બજારમાં ટામેટાનો ભાવ વધારે પણ ખેડૂતોને નથી મળતો યોગ્ય ભાવ

આ પણ વાંચો : પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કહ્યું સૂચનાઓ પર અમલ નહીં થાય તો બનશે ટાસ્ક ફોર્સ, સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્ય પર કેન્દ્ર પાસેથી માંગ્યો જવાબ

Next Article