AHMEDABAD : શહેરના વધુ 4 તળાવોનું થશે બ્યુટિફિકેશન, મ્યુનિ.કોર્પોરેશનને સોંપાયા તળાવો

|

Mar 17, 2021 | 1:11 PM

AHMEDABAD : રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા 4 તળાવ બ્યુટીફિકેશન માટે સોંપવામાં આવ્યા છે. એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર દ્વારા 11 તળાવ સોપવામાં આવ્યા છે.

AHMEDABAD : શહેરના વધુ 4 તળાવોનું થશે બ્યુટિફિકેશન, મ્યુનિ.કોર્પોરેશનને સોંપાયા તળાવો
ફાઇલ

Follow us on

AHMEDABAD : રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા 4 તળાવ બ્યુટીફિકેશન માટે સોંપવામાં આવ્યા છે. એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર દ્વારા 11 તળાવ સોપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ તળાવોના વિકાસને લગતી કોઇ જ કામગીરી હાથ ધરાઇ નથી. તળાવના વિકાસ અને તળાવોની સુંદરતામાં વધારો કરવાનો સરકારનો હેતુ છે. આ સાથે વધુ ચાર તળાવ કોર્પોરેશનને સોંપવાનું જાહેરનામું સરકારે બહાર પાડ્યું છે.

આ ચાર તળાવો કોર્પોરેશનને સોંપાયા

1)ચેનપુર ગામનું તળાવ કે જેનું કુલ ક્ષેત્રફળ 14694 ચોરસ મીટર છે.
2) મુઠીયા ગામનું તળાવ કે જેનું કુલ ક્ષેત્રફળ 41278 ચો.મી. છે.
3) વિંઝોલ ગામનું તળાવ કે જેનું કુલ ક્ષેત્રફળ 81241 ચો.મી. છે.
4) નરોડા ગામનું તળાવ કે જેનું કુલ ક્ષેત્રફળ 131087 ચો.મી. છે

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

પહેલા 11 તળાવોને બ્યુટિફિકેશન માટે સોંપાયા

અમદાવાદમાં છેલ્લા 11 મહિનામાં 11 તળાવો કોર્પોરેશનને અપાયા છે. જેમાં માર્ચ મહિનામાં 4 તળાવ, જૂન-જુલાઇમાં 2 તળાવ અને ઓગસ્ટમાં 5 તળાવ સોંપવામાં આવ્યા હતા. આ તળાવોમાં વેજલપુરનું તળાવ, વટવાનું વાંદરવટ તળાવ, છારોડીનું સરકારી તળાવ, ગોતાનું ગામ તળાવ, શીલજનું સરકારી તળાવ, આંબલીનું ગામ તળાવ, ઓગણજમાં આવેલા 2 ગામ તળાવ, સોલાનું ગામ તળાવ અને હેબતપુરના ગામ તળાવનો સમાવેશ થાય છે.

મહાનગરપાલિકા દ્વાર શહેરની સુંદરતા વધારવાના હેતું અંતર્ગત આ તળાવોને હરવા-ફરવાના સ્થળ તરીકે વિકાસાવાશે. તેમજ આ તળાવોમાં પ્રવાસન-પિકનિક સેન્ટર પણ બનાવાશે. આ તળાવોમાં રિસાઈકલ્ડ વોટર ભરાશે. અમદાવાદ મહાનગરનું ગટરનું પાણી શુદ્ધ કરીને આ તળાવોમાં ઉપયોગમાં લેવાશે.

Next Article