Ahmedabad : AMTS દ્વારા અમદાવાદીઓ માટે લેવાયા 2 મહત્વના નિર્ણય

|

Jul 29, 2021 | 8:06 PM

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલેકે AMTS દ્વારા અમદાવાદવાસીઓ માટે 2 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

Ahmedabad : AMTS દ્વારા અમદાવાદીઓ માટે લેવાયા 2 મહત્વના નિર્ણય
AMTS

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation-AMC) સંચાલિત એએમટીએસ (AMTS) દ્વારા બે મહત્વના નિર્ણયો અમદાવાદ વાસીઓ માટે લેવામાં આવ્યા છે. શ્રાવણ માસમાં એક ધાર્મિક બસ શરૂ કરવામાં આવશે તો સાથે જ રક્ષાબંધનના દિવસે બહેનો માટે ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલેકે  AMTS દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ  બહેનોને રક્ષાબંધનની ગીફટ આપવામા આવી છે. એક દિવસ માટે ભાડામાં રાહત આપવામાં આવી છે. દર રવિવારે 15 રૂપિયાની ટિકિટના દર છે જે રક્ષાબંધનને લઈને એક દિવસ પૂરતો 10 રૂપિયા ટિકિટ દર લેવામાં આવશે. એટલે કે ઓછી કિંમતે મુસાફરી કરી શકાશે.

જ્યારે બાળકો માટે 5 રૂપિયા ની ટિકિટ દર રહશે. સામાન્ય રીતે નક્કી કરેલ ટિકિટ દરમાં સવારના 11 થી મુસાફરી કરી શકાય છે. જ્યારે રક્ષાબંધનના દિવસે 10 રૂપિયામાં સવારથી મુસાફરી કરી શકાશે. મહત્વનું છે કે રોજના સાડા પાંચ લાખ મુસાફરો એ એમ ટી એસમા મુસાફરી કરે છે. ત્યારે બળેવના પર્વ પર આ પ્રકારનો ભાડામા ઘટાડો કરી વધુને વધુ મહિલા મુસાફરોને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એટલુ જ નહીં પણ આગામી દિવસમા પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે એએમટીએસ દ્વારા યાત્રાળુઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ખાસ ઓફર શરૂ કરવામાં આવનાર છે. શ્રાવણ માસને લઈને એએમટીએસ શ્રદ્ધાળુઓને અમદાવાદ શહેરમાં આવેલા અલગ અલગ 18 જેટલા મંદિરોના દર્શન કરાવશે.

સવારે ઉપડેલી બસ સાંજે નિયત કરેલા સ્થળ ઉપર તમામ ભક્તોને ઉતારશે. પુખ્ત વયના ભક્તો માટે ટીકીટનો દર 60 રૂપિયા અને બાળકો માટે ટિકિટનો દર 30 રૂપિયા નો રહેશે. જે પ્રવાસ 40 મુસાફરો હશે તો જ ઉપાડવામાં આવશે.

જો ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન અંદાજિત 2400 જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આ યોજનાનો લાભ લે તેવું તંત્રનુ માનવું છ. જોકે સાથે જ તંત્ર દ્વારા કોવિડ ગાઈડ લાઈન ફોલો કરવા પણ અપીલ કરાઈ છે. જોકે જે પ્રમાણે યોજના બનાવી છે તેમ તે શક્ય નથી તેમ લાગી રહ્યું છે. જેથી તંત્રે જ ગાઈડ લાઇન ફોલો કરવા મામલે સીધું ધ્યાન રાખવું પડશે.

આ પણ વાંચો : ભારતીય વાયુ સેનામાં રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા

આ પણ વાંચો : Ahmedabad : ત્રીજી લહેરની શકયતા સાથે પોલીસ વિભાગની તૈયારી, ગુજરાત સ્ટેટ પોલીસ વેલ્ફેર હોસ્પિટલનું થશે રીનોવેશન

Next Article