અમદાવાદમાં દિવસે નહી રહે કર્ફ્યુ, સોમવારથી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુનો અમલ

|

Nov 22, 2020 | 7:18 PM

અમદાવાદમાં નહીં વધે કર્ફ્યુની સમયમર્યાદા, દિવસે અમદાવાદમાં નહીં રહે કર્ફ્યુ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાગિરકોને સાવચેતી જાળવવાની અપીલની સાથે આ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે. અને આભાર વ્યક્ત કર્યો. સોમવારથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે. સાથો સાથ વડોદરા, રાજકોટ […]

અમદાવાદમાં દિવસે નહી રહે કર્ફ્યુ, સોમવારથી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુનો અમલ

Follow us on

અમદાવાદમાં નહીં વધે કર્ફ્યુની સમયમર્યાદા, દિવસે અમદાવાદમાં નહીં રહે કર્ફ્યુ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાગિરકોને સાવચેતી જાળવવાની અપીલની સાથે આ જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીકએન્ડ કર્ફ્યુમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા છે. અને આભાર વ્યક્ત કર્યો. સોમવારથી અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થાય છે. સાથો સાથ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ જે રાત્રી કર્ફ્યુનો અમલ થયો છે તે ચાલુ રહેશે. આ ચાર શહેરો સિવાય રાજ્યના બાકીના નગરો અને ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકો રાત્રે ઘરમાં જ રહેવા અપીલ કરી છે.

 

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

મહત્વનું છે કે, રાજ્યભરમાં સવારે 6થી રાત્રે 9 વાગ્યા સુધી લોકો ફરજિયાત માસ્ક પહેરે જ તેવી ખાસ અપીલ કરાઈ છે. તો માસ્ક ન પહેરનારા લોકો સામે રૂપિયા એક હજારનો પોલીસ દંડ કરશે. મુખ્યપ્રધાને યુવાનોને ખાસ અપીલ કરી છેકે, સાંજથી રાત દરમિયાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રીત ન થાય. બિનજરૂરી બહાર જવા-આવવાનું પણ યુવાનો ટાળે. તેમણે યુવાનોને અનુરોધ કર્યો કે, જો સંક્રમણ લઈને ઘરે જશે, તો ઘરમાં વડીલોને અસર થશે એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:11 pm, Sun, 22 November 20

Next Article