GUJARAT : વિરામ બાદ ફરી આવશે મેઘરાજાની સવારી, રાજ્યમાં આ તારીખથી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

|

Jul 06, 2021 | 7:31 PM

Rain Forecast in Gujarat : બંગાળની ખાડીમાં લાંબા સમય પછી હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું હોવાના સંકેતો હવામાન વિભાગને મળ્યા છે, જેના આધારે રાજ્યમાં સારા વરસાદના અણસાર છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 10મી જુલાઈથી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા વધશે.

GUJARAT : વિરામ બાદ ફરી આવશે મેઘરાજાની સવારી, રાજ્યમાં આ તારીખથી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
FILE PHOTO

Follow us on

AHMEDABAD : ગુજરાતમાં મેઘરાજા રિસાયા હોવાને કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે ત્યારે ગુજરાતના ખેડૂતોની નિરાશા દૂર થાય તેવી આગાહી (Rain Forecast) અમદાવાદ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને મોનસુન બ્રેક (Monsoon break) ના કારણે રાજ્યમાં છેલ્લા 2 અઠવાડિયાથી સારો વરસાદ વરસ્યો નથી. જેને કારણે ખેડૂતોને પાક નુક્સાનીની ચિંતા સતાવી રહી છે. ત્યારે મંગળવારે અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

10 જુલાઈથી મેઘરાજાનું થશે આગમન
બંગાળની ખાડીમાં લાંબા સમય પછી હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું હોવાના સંકેતો હવામાન વિભાગને મળ્યા છે, જેના આધારે રાજ્યમાં સારા વરસાદના અણસાર છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવાનું છે જેને કારણે પશ્ચિમ ભારતમાં સ્થિર થયેલ નૈઋત્યનું ચોમાસુ આગળ વધે તેવી શકયતા છે. સાથે જ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને લાગેલી મોનસુન બ્રેક (Monsoon break)પણ આ સિસ્ટમને કારણે દૂર થઈ શકે તેમ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બંગાળની ખાડીમાં ઉદભવી રહેલ વરસાદી સિસ્ટમ જો અનુમાન પ્રમાણે આગળ વધશે તો નૈઋત્યના ચોમાસા માટે ફાયદાકારક થશે અને રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં મદદ મળી રહેશે.

મોનસુન બ્રેકનો સમય પુરો થશે
મોનસુન બ્રેકને કારણે છેલ્લા 2 અઠવાડિયાથી ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાતમાં સારો વરસાદ નથી વરસ્યો જેને કારણે રાજ્યભરના વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. જો કે આ સ્થિતિ આગામી 9 જુલાઈ સુધી યથાવત રહેશે ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં બદલાવ આવશે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે.

11 મી જુલાઈએ બંગાળની ખાડીમાં સક્રિય થનાર હવા ના હળવા દબાણને કારણે ગુજરાતમાં મેઘરાજાની રીએન્ટ્રી થશે. જેથી હવામાન વિભાગ દ્વારા આગાહી (Rain Forecast) કરવામાં આવી છે કે 10મી જુલાઈથી રાજ્યભરમાં વરસાદની તીવ્રતા વધશે.

આ પણ વાંચો : Monsoon Break: હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક

Published On - 7:03 pm, Tue, 6 July 21

Next Article