Monsoon Break: હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક

Rainfall Reduce in Gujarat: ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયામાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે રાજ્યના 25 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. 25 જિલ્લાઓમાં સૌથી વધુ જિલ્લા સૌરાષ્ટ્રના છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે.

Monsoon Break: હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક
FILE PHOTO
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 05, 2021 | 5:24 PM

Monsoon Break : ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વહેલી શરૂઆત થયા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે જેને કારણે નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાનમાં આગળ વધી શક્યું નથી. વૈજ્ઞાનિકો આ પરિસ્થિતિને મોનસુન બ્રેક  કહેતા હોય છે જેને કારણે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન બાદ પશ્ચિમ રાજ્યોમાં ચોમાસુ હજુ સુધી સક્રિય થયું નથી, અને ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે.

જાણો મોનસુન બ્રેક વિશે સામાન્ય રીતે કેટલીક વાર એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે કે ચોમાસાનું આગમન થયા પછી પણ જે તે રાજ્યમાં જોઈએ તેટલો વરસાદ વરસતો નથી આ પરિસ્થિતિને મોનસુન બ્રેક (Monsoon Break) કહેવામાં આવે  છે. હાલ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ મોનસુન બ્રેકની સ્થિતિને કારણે જ ગુજરાતમાં વરસાદ નથી વરસી રહ્યો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં પશ્ચિમ તરફથી ગરમ અને સૂકો પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાવામાં મુશ્કેલી પડી રહી છે. આ જ કારણથી અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ ડેવલોપ થઈ નથી રહી જેને કારણે ગુજરાતમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

રાજ્યમાં 36 ટકા વરસાદ ઘટ્યો હાલ મોનસુન બ્રેક (Monsoon Break) ની અસરને કારણે ગુજરાતમાં 36 ટકા જેટલો વરસાદ ઘટ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર રીજીયનમાં 47 ટકા વરસાદની ઘટ છે તો ગુજરાત રીજીયન, જેમાંમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે ત્યાં 27 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 156.5 MM વરસાદ વરસવો જોઈતો હતો જેના બદલે માત્ર 100.5 MM જ વરસાદ વરસ્યો છે.

રાજ્યના 25 જિલ્લાઓમાં મોનસુન બ્રેકની અસર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મોનસુન બ્રેકની સ્થિતિ યથાવત રહેવાની છે જેને કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન એકપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નહિવત છે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફક્ત સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયામાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે રાજ્યના 25 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. 25 જિલ્લાઓમાં સૌથી વધુ જિલ્લા સૌરાષ્ટ્રના છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે.

સારા વરસાદ માટે જોવી રાહ જોવી પડશે અમદાવાદ હવામાન (Ahmedabad IMD) વિભાગના અધિકારીઓ માની રહ્યા છે કે જ્યાં સુધી પવનની દિશા બદલાશે નહિ ત્યાં સુધી રાજ્યમાં આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે. આગામી 5 દિવસ સુધી પવનની દિશા બદલાય તેવા કોઈ સંકેત નથી જેને કારણે ગુજરાતમાં સારા વરસાદ માટે હજી પણ રાહ જોવી પડશે. ન માત્ર ગુજરાત જ, પરંતુ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતિ યથાવત રહેશે જેને કારણે નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં હજુ સમય લાગી શકે તેમ છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">