હિના પેથાણીની હત્યા કેસમાં વધુ એક ખુલાસો: હત્યા અને બાળકને તરછોડ્યા બાદ આ જગ્યાએ ગયો હતો સચિન દિક્ષિત

હિના પેથાણીની હત્યા કરનાર સચિન દિક્ષિતની પૂછપરછ થઇ રહી છે. જેમાં અનેક ખુલાસા સામે આવી રહ્યા છે. સચિન દિક્ષિત હિનાની હત્યા અને બાળકને તરછોડ્યા બાદ મોલમાં ખરીદી કરવા ગયો હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 5:19 PM

હિના પેથાણીની હત્યા કરનાર સચિન દિક્ષિતની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે. સચિન દિક્ષિત હિનાની હત્યા અને બાળકને તરછોડ્યા બાદ મોલમાં ખરીદી કરવા ગયો હતો. હિનાની હત્યા કર્યા બાદ તેની લાશ બેગમાં ભરીને સચિન દિક્ષિત ગાડીમાં લઈ જવાનો હતો. પરંતુ સચિન લાશ ભરેલી બેગ ઉઠાવી શક્યો ન હતો. માટે હિનાની લાશ વડોદરાના ફ્લેટમાં જ મુકી ગયો હતો. ત્યારબાદ સચિન દિક્ષિત બાળકને ગૌશાળા મુકી આવ્યો.

આ દરમિયાન સચિન પોતાના જ બાળક પ્રત્યે એટલો તો નિષ્ઠૂર બની ગયો હતો, કે તે બાળકને તરછોડ્યા બાદ પોતાની પત્ની સાથે મોલમાં ખરીદી કરવા ગયો. સચિને હિનાની હત્યા કરી, બાળકને ગૌશાળા મુકી આવ્યો હતો છતાં તેના મનમાં જાણે કોઈ ચિંતા ન હોય તેમ ખરીદી કર્યા બાદ સચિન ઉત્તર પ્રદેશ જવાના રવાના થયો હતો. બાળકને રાત્રે મુક્યા બાદ બાળકનું શું થશે એની જરાયે ચિંતા કર્યા વિના સચિન યુપી જઈ રહ્યો. પરંતુ પોલીસને ચોક્કસ બાતમી મળતા તેની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. હવે આ તમામ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. જેમાં વધુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે..

આ પણ વાંચો: Vadodara: ભક્તિમાં ભેદભાવ શા માટે? દલિત સમાજની મહિલાને ગરબે રમતા રોકાતા 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

આ પણ વાંચો: માસૂમ શિવાંશને દત્તક લેવા ઈચ્છે છે હજારો લોકો: પરંતુ શું તમે જાણો છો બાળક દત્તક લેવાના આ નિયમ અને પ્રક્રિયા વિશે?

Follow Us:
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">