
રાજકોટના રીબડા ગામમાં રહેતા યુવક અમિત ખુંટના આપઘાતના મામલે ભારે ચકચાર મચી છે. અમિત ખુંટે આપઘાત કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેમણે સ્થાનિક નેતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પર હેરાન કરવાનો અને ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. આ સુસાઇડ નોટના આધારે, બંને પર આત્મહત્યા દુષ્પેરણાનો ગુનો ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.
Rajkot’s Ribda Case: Meeting Held to Seek Justice for Amit Khunt’s Family! | TV9Gujarati#RajkotNews #AmitKhunt #Ribda #JusticeForAmit #GujaratNews #PatidarYouth #AniruddhaJadeja #RajdeepJadeja #TV9Gujarati pic.twitter.com/FKHsZlzQzr
— Tv9 Gujarati (@tv9gujarati) June 8, 2025
જો કે, ગુનો નોંધાયા બાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ફરાર છે. આરોપીઓની ધરપકડ ન થતાં રીબડા ગામના લોકોમાં અને ખાસ કરીને પાટીદાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમિત ખુંટના પરિવારને પણ ન્યાય મળી રહ્યો નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમિતના પરિવાર અને રીબડાના યુવાનોએ રાજકોટમાં એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં મુખ્યત્વે અમિત ખુંટના પરિવારને ન્યાય અપાવવા માટે યોજવામાં આવી છે. કાયદાકીય રીતે કેવી રીતે આગળ વધવું તે અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ભવિષ્યમાં કઈ રીતે કાયદાકીય લડાઈ લડવી તે અંગે ચર્ચા કરવામાં આવી છે. અમિત ખુંટના પરિવારના સભ્યો અને રીબડા ગામના લોકો હવે આગળ કઈ રીતે ન્યાય મેળવવા માટે પ્રયાસ કરશે તે જોવું રસપ્રદ રહેશે. આ કેસમાં પોલીસ તંત્રની કાર્યક્ષમતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે મુખ્ય આરોપીઓ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી.