Gujaratનું એક એવું ગામ કે જ્યાં બે બેડા પાણી માટે મહિલાઓને કરવા પડે છે રાતે ઉજાગરા

|

Mar 31, 2021 | 12:36 PM

કલાકો સુધી લાઈનોમા ઉભી રહેતી મહિલાઑને ઘરના પુરુષો પણ મદદ કરી રહયા છે. આવનારા સમયમાં જો આ બોરમાં પણ પાણી ખતમ થશે ત્યારે શું હાલત થશે તે વિચાર માત્ર જ ગામના લોકોને હચમચાવી મૂકે છે

Gujaratનું એક એવું ગામ કે જ્યાં બે બેડા પાણી માટે મહિલાઓને કરવા પડે છે રાતે ઉજાગરા

Follow us on

ઉનાળાની શરૂઆત થતાજ અંતરિયાળ વિસ્તારોમાં પાણી પાણીની પોકારો ઉઠવા લાગી છે. આવુજ એક છોટાઉદેપુરનું નસવાડી તાલુકાનું ગામ ખુસાલપુરા કે જે ગામના લોકોને પીવાનું પાણી મળે તે માટે નળ સે જળ યોજના તો અમલમાં છે છતાં ગામ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહયા છે.

ગામમા પીવાના પાણી માટે સરકાર તરફ થી ટાંકી , હેન્ડપમ્પો અને નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ બેસાડી 3.50 લાખ નો ખર્ચ કરી 75 નળ બેસાડયા છે. આમ છતાં ગામની મહિલાઓને બે બેડા પીવાનું પાણી મેળવવા ગામના એકજ હેન્ડ પમ્પ પર રાત્રીના ઉજાગરા કરીને પાણી ભરવા માટેની લાંબી લાઈનો માટે ઊભું રહેવું પડે છે. બોરમાં જેટલું પાણી બચ્યું હોય તેટલુ પાણી ગામની મહિલાઓને મળે બાકીની મહિલાઓને પાણી વગર વલખા મારવાનો વારો આવે છે. કલાકો સુધી લાઈનોમા ઉભી રહેતી મહિલાઑને ઘરના પુરુષો પણ મદદ કરી રહયા છે.

આ પણ વાંચો : Bank Holidays in April 2021: જાણો બેંક કેટલા દિવસ રહેશે બંધ ,કરીલો નાણકીય કામનું આયોજન

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હાલમા તો ગામના એકજ બોરમા પાણી થોડું ઘણું પાણી મળે છે. આવનારા સમયમાં જો આ બોરમાં પણ પાણી ખતમ થશે ત્યારે શું હાલત થશે તે વિચાર માત્ર જ ગામના લોકોને હચમચાવી મૂકે છે. ગામના લોકો બે બેડા પાણી મેળવવા કલાકો સુધી રાહ જોવી પડતી હોય તો અબળ પશુઓની શું હાલત થતી હશે તેનો અંદાજો લગાવી શકે છે. વર્ષોથી ગામના લોકોને પડી રહેલ મુશ્કેલી ને લઇ રજૂઆતો કર્યા બાદ નળ સે જળ યોજનાનો લાભ તો આપવામા આવ્યો પણ એજ યોજનાના નળ શોભાના ગાંઠીયા સમાન હોવાનું ગામના લોકોનું કહેવું છે. આજ દિન સુધી પાણી મળ્યું જ નથી. જેના સાક્ષી ખુદ ઘરે ઘરે લગાવેલા નળ છે. લગાવેલા નળ જો કોઈ રીતે તૂટી ગયા હોય કે કી ખરાબી થઈ હોય તો તેનું સમારકામ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં નથી આવતું તેવો ગ્રામજનોનો આક્ષેપ છે.લાંબા સમય બાદ પણ પાણીથી વંચિત રહેતા ગામ લોકો માટે આ સરકારી યોજના નકામી બની ગઈ છે.

આ પણ વાંચો : Bhavnagar: ગરીબ દર્દીઓ માટે વહિવટી તંત્ર આવ્યું આગળ, રેમડેસિવીર ઈન્જેક્શનનાં ભાવમાં કર્યો મોટો ઘટાડો

Published On - 12:36 pm, Wed, 31 March 21

Next Article