અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં 30 હજાર મણ કપાસ વેચવા ખેડૂતોએ લગાવી 2 કિ.મી. લાંબી લાઈન

|

Jan 27, 2021 | 3:15 PM

પ્રજાસત્તાક દિવસની રજા બાદ આજે ખુલેલા બાબરા (babra) માર્કેટ યાર્ડમાં કપાસ (cotton) વેચવા માટે ખેડૂતોનો સમૂહ ઉમટ્યો છે. બાબરા માર્કેટયાર્ડની બહાર આશરે બે કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. બાબરા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1100થી લઈને1185 સુધીનો બોલાઈ રહ્યો છે

અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં 30 હજાર મણ કપાસ વેચવા ખેડૂતોએ લગાવી 2 કિ.મી. લાંબી લાઈન
અમરેલીના બાબરા માર્કેટયાર્ડ બહાર કપાસ વેચવા 2 કિલોમીટર લાંબી લાઈન

Follow us on

અમરેલી (AMRELI) જિલ્લાના બાબરા (babra) માર્કેટ યાર્ડમાં કપાસની(cotton) મબલખ આવક થવા પામી છે. બાબરા માર્કેટયાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતો મોટા પ્રમાણમાં ઉમટ્યા હોવાથી, વાહનોની બે કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી હતી. ગઈકાલે 26મી જાન્યુઆરીના પર્વની રજા હોવાથી, માર્કેટયાર્ડ આજે ખુલતાની સાથે જ કપાસ વેચવા માટે ખેડૂતો કપાસ સાથે ઉમટ્યા હતા. બાબરા માર્કેટયાર્ડના અધિકારીઓનુ કહેવા મુજબ, ખેડૂતો આશરે 30 હજાર મણ કપાસ વેચવા આવ્યા છે. બાબરા માર્કેટયાર્ડમાં કપાસના સારા ભાવ મળતા હોવાથી આજુબાજૂના વિસ્તારમાંથી પણ ખેડૂતો કપાસનો જથ્થો લઈને આવ્યા છે. હાલ બાબરા માર્કેટયાર્ડમાં 1100થી લઈને1185 સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે.

 

 

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

 

Next Article