ગુજરાતમાં આજે કોરોનાના કુલ 8,934 કેસ નોંધાયા, 34ના મોત

| Edited By: | Updated on: Feb 02, 2022 | 8:43 PM

ગુજરાતમાં આજે કોરોના કેસમાં આંશિક વધારો નોંધાયો છે, આજે રાજયમાં કોરોનાના કુલ 8,934 કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાને કારણે કુલ 34 દર્દીઓના મોત થયા છે.

ગુજરાતમાં (Gujarat) આજે કોરોના (Corona) કેસમાં આંશિક વધારો નોંધાયો છે, આજે રાજયમાં કોરોનાના કુલ 8,934 કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાને કારણે કુલ 34 દર્દીઓના મોત (death) થયા છે. 

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો. એક દિવસમાં 8,934 નવા કેસ નોંધાયા.તો એક દિવસમાં રાજ્યમાં 34 લોકોનાં મોત થયા છે.અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3,309 કેસ સાથે 10 દર્દીના નિધન થયા.તો વડોદરા શહેરમાં કોરોનાના 1,512 કેસ સાથે 3 દર્દીનાં મોત નિપજ્યા. રાજકોટ શહેરમાં 320 કોરોના કેસ સાથે 4નાં મોત થયા. જ્યારે સુરત શહેરમાં કોરોનાના 265 કેસ અને 2 લોકોનાં મોત થયા છે. રાજકોટ ગ્રામ્યમાં 158 નવા દર્દી મળ્યા અને 1 દર્દીનું મૃત્યુ થયું.સુરત જિલ્લામાં પણ 248 પોઝિટિવ કેસ અને બે લોકોનાં નિધન થયા.

તો ગાંધીનગર જિલ્લામાં નવા 152 કેસ નવા કેસ અને એકનું મોત થયું. ભાવનગરમાં 97 નવા કેસ અને 1 દર્દીનું મોત થયું. આ તરફ નવસારીમાં પણ કોરોનાથી 1 દર્દીનું મોત થયું અને 78 નવા કેસ નોંધાયા. જામનગર શહેરમાં કુલ 81 કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું. બીજી તરફ રાજ્યમાં એક જ દિવસમાં 15,177 દર્દી સાજા થયા છે.રાજ્યનો રિકવરી રેટ વધીને 93.23 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ 69 હજાર 187 એક્ટિવ કેસ છે.જેમાંથી 246 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 68 હજાર 941 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય. પરંતુ મોતનો આંકડો હજી પણ ઉંચો છે.રાજ્યમાં સતત દૈનિક મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં વધુ 34 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 10 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો.રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાથી 5 લોકોનાં નિધન થયા છે. જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 4 દર્દીનું નિધન થયું.

સુરત શહેર અને જિલ્લામાં 4, ભરૂચમાં 3. જામનગર શહેર અને જિલ્લામાં 2 તેમજ મહેસાણા, નવાસારી, ભાવનગર અને બોટાદમાં 1-1 દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થતા કોરોના દર્દી ઘટી રહ્યાં છે. જેને જોતા આગામી સમયમાં મોતની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ શકે છે. જો કે તબીબોએ લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરવા જણાવી રહ્યાં છે.

 

આ પણ વાંચો : RAJKOT : જસદણમાં કુંવરજી બાવળિયા VS ભરત બોઘરા, મહિલા પ્રમુખે મહામંત્રીના ત્રાસથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો : Surat: ચેમ્બર દ્વારા બજેટ પર એનાલિસિસ, રોકાણકારો માટે સારો સમય લાવશે આ બજેટ

Published on: Feb 02, 2022 07:58 PM