ડ્રગ્સ બાદ હવે અમદાવાદમાં ટ્રામાડોલનો 189 કિલોનો જથ્થો ઝડપાયો, જાણો શું છે આ ટ્રામાડોલ?
Tramadol : ટ્રામાડોલની નિકાસ કરવા માટે ખાસ પરવાનગી લેવી પડતી હોય છે.કુરિયર મોકલનાર વ્યક્તિએ પરમિશન ન લીધી હોવાથી જથ્થો કસ્ટમ વિભાગે જપ્ત કર્યો છે.
AHMEDABAD : ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યા છે, આ વચ્ચે મેગાસીટી અમદાવાદમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા સામે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રામાડોલ (Tramadol)નો જથ્થો ઝડપાયો છે. પ્રતિબંધિત 189 કિલો ટ્રામાડોલનો જથ્થો નાઈજીરિયા રવાના થવાનો હતો. અમદાવાદ કસ્ટમ દ્વારા એરપોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સમાં શંકાસ્પદ કુરિયરની તપાસ કરતા આ જથ્થો ઝડપાયો હતો.
આ મામલાની તપાસ કરતા કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. NDPS એક્ટ અંતર્ગત સાયકોટ્રોપિક પદાર્થની નિકાસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે.ટ્રામાડોલની નિકાસ કરવા માટે ખાસ પરવાનગી લેવી પડતી હોય છે.કુરિયર મોકલનાર વ્યક્તિએ પરમિશન ન લીધી હોવાથી જથ્થો કસ્ટમ વિભાગે જપ્ત કર્યો છે.
જાણો ટ્રામાડોલ દવા વિશે ટ્રામાડોલ એક પેઈનકીલર દવા છે જે પ્રતિબંધિત છે. હવે આ દવા ખુલ્લામાં વેચી શકાતી નથી. આ દવાને NDPS એક્ટ હેઠળ લાવવામાં આવી છે. આ કારણે, જો કોઈનેટ્રામાડોલ જથ્થાબંધ મળી આવશે, તો પોલીસ કેસ નોંધશે અને આ આરોપ બિનજામીનપાત્ર રહેશે. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નશાકારક પદાર્થ તરીકે દવાનો ઉપયોગ કરવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ સાથે ફાર્માસ્યુટિકલ કંપનીને સૂચના પણ આપવામાં આવી છે કે તેઓ દવાના રેપર પર લાલ અક્ષરે NDPS લખે.
ટ્રામાડોલ દવા સીધી મગજ પર અસર કરે છે ટ્રામાડોલ દવા લેવામાં આવતા તે સીધી મગજ પર અસર કરે છે. આ દવા લેવામાં આવ્યાં બાદ શરીર દવા પ્રત્યે તેનું વર્તન નક્કી કરે છે, જેના કારણે શરીરમાં સતત ફેરફારો થવા લાગે છે. શરીર સંપૂર્ણપણે નશામાં રહે છે. જેના કારણે દર્દની અસર થતી નથી. ઉલ્ટી, ધ્રુજારી, હલકું માથું અને કબજિયાત જેવા લક્ષણો ઉપરાંત, દવાના લક્ષણો શરીર પર કર્કશ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
આ પણ વાંચો : સુરતમાં ચોંકાવનારી ઘટના : મૃત માતાના વાળ પકડીને રડી રહ્યું હતું એક મહિનાનું બાળક
આ પણ વાંચો : SURAT : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “દુનિયાના કોઈ દેશમાં PMGKAY જેવી યોજના નથી”