વેલફેર હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાંથી સલામત બહાર નીકળવામાં સફળ રહેલ નર્સે અગ્નિકાંડની ભયાવહ સ્થિતિ વર્ણવી

|

May 01, 2021 | 8:41 PM

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટુડન્ટ મૃત્યુ પામી છે.

વેલફેર હોસ્પિટલમાં  લાગેલી ભીષણ આગમાંથી સલામત બહાર નીકળવામાં સફળ રહેલ નર્સે અગ્નિકાંડની ભયાવહ સ્થિતિ વર્ણવી
આગના તાંડવઃ વચ્ચેથી સલામત ભાર નીકળવામાં સફળ રહેલી નર્સ જ્હાન્વી ગોહિલ સારવાર હેઠળ છે

Follow us on

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 16 દર્દીઓ અને 2 નર્સિંગ સ્ટુડન્ટ મૃત્યુ પામી છે ત્યારે આ હોનારત દરમ્યજ પોતાનો જીવ બચાવવામાં સફળ રહેલી નર્સ જહાનવી ગોહિલે અગ્નિકાંડની ભયાવહ સ્થિતિ વર્ણવતા ઘટના કંઈ રીતે બની તેની હકીકત સામે આવી હતી.

કોવિડ સેન્ટરના ICU વોર્ડમાં શુક્રવારે રાતે 12.40 કલાકના અરસામાં શુ બન્યું હતું તે જહાનવી ગોહિલ ઘટનાની પ્રત્યક્ષ દર્શી છે જે ICU માં ફરજ બજાવતી નર્સિંગ સ્ટાફમાં તૈનાત હતી.

શુક્રવારે રાતે ICU માં રહેલા 3 તબીબો ડો. રાજેશ, ડો. કેતકી અને ડૉ. સમસુદ્દીન 12.35 કલાકે જ નાસ્તો ગયા હતાં. હવે 2 ICU વોર્ડમાં વેન્ટિલેટર પર રહેલા 24 દર્દીઓની જવાબદારી માસૂમ માધવી પઢીયાર, ફારગી ખાતુન ટ્રેની નર્સ સાથે જહાનવી ગોહિલ પર આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જાહ્નવીએ જણાવ્યું હતું કે વેન્ટિલેટર બેડ નંબર 5 ના વેન્ટિલેટર માં અચાનક ભડકો થયો હતો. નજીક જ ટ્રેની નર્સ ફારગી PPE કીટ પેહરી ઉભી હતી. અચાનક વેન્ટીલેટરમાં આગ લાગતા તેને બન્ધ કરવાના પ્રયાસ દરમ્યાન ફારગીની PPE કીટ સળગવા લાગતા તેને બચાવવા નર્સ માધવી દોડી આવી હતી. અત્યારસુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરવા માંડ્યું હતું. માધવીની PPE કિટને પણ આગે તેની ચપેટમાં લઈ લીધી હતી. અન્ય ઉપકરણો અને ઓક્સિજનના કારણે જોતજોતામાં આગની જ્વાળાઓ તેજ બનતા બન્ને ટ્રેની નર્સ બચવાનો રસ્તો શોધે તે પેહલા જ આગના કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ જતા અંધાર પટ છવાઈ ગયો હતો.

માધવી અને ફારગી પોતાની સળગતી PPE કીટ ઓલવવા નાનકડા ICU ના માર્ગે બાથરૂમ તરફ દોડી હતી. પાણીનો મારો ચલાવી PPE કીટ પર લાગેલી આગ બન્ને એ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પેહલા જ કીટ સળગીને તેમના શરીર સાથે ચોટી ગઈ હતી.

બીજી તરફ જહાનવી ગોહિલ 15 દિવસથી ફરજ બજાવતી હોય અને દરવાજાની નજીક હોવાથી પગના ભાગે સળગતી PPE કીટ વચ્ચે અંધારામાં બહાર નીકળી ગઈ હતી.

જોકે ચાર્મી જેટલા નસીબદાર માધવી અને ફારગી ન હોય તેઓ બાથરૂમના દરવાજામાં જ બહાર વિકરાળ આગ વચ્ચે કેદ થઈ અંદર હોમાઈ ગયા હતા.

જહાનવીએ બહાર દોડી આવી ઘટના અંગે તેના સિનિયરોને જાણ કરતા ધમાચકડી મચી જવા સાથે રાહત બચાવની કામગીરી શરૂ કરાઇ હતી. જોકે તે પેહલા જ આ અનહોની ટાળવાની તમામ તક છીનવાઈ ગઈ હતી . 2 માસૂમ ટ્રેની નર્સ સાથે 16 દર્દીઓને પણ આગમાં ભુજાઈ મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી.

જહાનવી ગોહિલને બન્ને પગમાં જ આગથી દાઝી હોય તેને વેલફેર હોસ્પિટલમાં જ હાલ ડીલક્ષ રૂમમાં સારવાર અપાઈ રહી છે.

મૃતક નર્સના પરિવારજન  સવારે 6 વાગ્યા સુધી હકીકત સ્વીકારી ન શક્યા
માધવીના માતા-પિતા, મામા સહિત પરિજનોને આગની ઘટનાની જાણ થતાં તેઓ તુરત વેલફેર હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. પિતા મુકેશભાઈ, માતા, ભાઈ અને મામા જીગ્નેશે સમગ્ર હોસ્પિટલમાં દોડધામ કરવા સાથે સ્ટાફને માધવી અંગે પૂછ્યું હતું. પણ સ્ટાફ કોઈ ઉત્તર દેવા સમર્થ ન હતો. સિવિલ હોસ્પિટલ, વેલફેર, જંબુસર, વાગરા બધે તપાસ કરવા સાથે 15 ડેથ બોડી જોવા છતાં પરિવાર માધવીનું મૃત્યુ સ્વીકારવા તૈયાર ન હતો. અંતે છેક સવારે એક જ બોડી 4 થી 5 વખત જોયા બાદ તે તેમની દીકરી હોવાનું વજરાઘાત સાથે પરિવારે સ્વીકાર્યું હતું. આવી જ સ્થિતિ ફારગીના મૃતદેહની ઓળખવિધિમાં પણ થઈ હતી.

Published On - 8:39 pm, Sat, 1 May 21

Next Article