ચોર, લૂંટારૂ અને ખિસ્સા કાતરૂથી લોકોને સાવચેત કરવા પોલીસનો નવતર પ્રયોગ, શહેરના મુખ્યમાર્ગો પર લગાવાયા પોસ્ટરો

|

Oct 28, 2021 | 4:55 PM

પોલીસ દ્રારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તહેવારોના સમયમાં જો તેઓ બહાર જતા હોય તો તેઓએ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. જેથી પોલીસ દ્રારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી શકાય.

ચોર, લૂંટારૂ અને ખિસ્સા કાતરૂથી લોકોને સાવચેત કરવા પોલીસનો નવતર પ્રયોગ, શહેરના મુખ્યમાર્ગો પર લગાવાયા પોસ્ટરો
A new police experiment to warn people against thieves, robbers and pickpockets

Follow us on

રાજકોટ પોલીસ દ્રારા દિવાળીના પર્વમાં ચોર,લૂંટારૂ અને ખીસ્સાકાતરુઓથી બચાવવા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. રાજકોટ પોલીસ દ્રારા શહેરની મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ,લાખાજીરાજ રોડ,પેલેસ રોડ સહિતની મુખ્ય બજારોમાં ગુનાહિત ઇતિહાસ ઘરાવતા અને આ પ્રકારના ગુનાઓ કરવાની ટેવવાળા લોકોના ફોટો સાથેના પોસ્ટર મુકવામાં આવ્યા છે. જેનાથી લોકોને સાવચેત કરી શકાય પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા અથવા તો શંકાસ્પદ લોકો જોવા મળે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

લોકોને કિંમતી સામાન સાચવવા કરી અપીલ

પોલીસ દ્રારા ગુનેગારોના ફોટાવાળા પોસ્ટરની સાથે સાથે એ ડિવીઝન પોલીસ સ્ટેશન અને પોલીસ કન્ટ્રોલ રૂમના નંબર દર્શાવતા પોસ્ટર પણ મુકવામાં આવ્યા છે.પોલીસે લોકોને અપીલ કરી છે કે બજારમાં આવતા વ્યક્તિઓએ ખરીદી વખતે તેમના કિંમતી સામાનની તકેદારી રાખવી.જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો શંકાસ્પદ પ્રવૃતિઓ જણાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તહેવારોના સમયમાં આ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

આંગડિયા પેઢીમાં વિશેષ તકેદારી

તહેવારોના સમયમાં આંગડિયા પેઢી મારફતે મોટી રકમની લેતીદેતી થતી હોય છે.ત્યારે પોલીસ દ્રારા આંગડિયા પેઢીના સંચાલકો સાથે બેઠક કરવામાં આવી હતી અને દિવાળી સમયે મોટી રકમની હેરાફેરી કરતા સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.પોલીસ દ્રારા જો રકમ મોટી હોય તો એકથી વધુ લોકોને સાથે રાખવા અને જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત તમામ કોમ્પલેક્ષના સીસીટીવી કેમેરા ચાલુ કરાવી લેવાની પણ સૂચના આપવામાં આવી.

લોકોને રજાઓમાં બહાર જતા પહેલા પોલીસને જાણ કરવા અપીલ

પોલીસ દ્રારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તહેવારોના સમયમાં જો તેઓ બહાર જતા હોય તો તેઓએ નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. જેથી પોલીસ દ્રારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી શકાય.આ ઉપરાંત કિંમતી સામાન ઘરમાં ન રાખવાને બદલે બેંક લોકરમાં રાખવા અને સલામત સ્થળે રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ દ્વારા બોર્ડમાં નવી નિમણૂંક, રિલાયન્સ જિયોના ડિરેક્ટર ઈશા અંબાણીનો બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સમાવેશ

Published On - 4:52 pm, Thu, 28 October 21

Next Article