રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે.ત્યારે દ્વારકામાં એક મકાનમાં આગ લાગતા એક પરિવાર આગમાં હોમાયો છે. દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં છે. રાત્રે અંદાજે 4 વાગ્યા આસપાસ ઘરમાં આગ લાગી હતી.
4 killed in #Dwarka house fire; Further details awaited #Gujarat #TV9News pic.twitter.com/gFcQgNHwyF
— Tv9 Gujarati (@tv9gujarati) March 31, 2024
મકાનમાં આગ લાગતા ગૂંગળામણને કારણે ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 1 બાળકી, 2 મહિલા, 1 પુરુષનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયરની ટિમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે હજી આગ લાગવાનું કારણ અકબંધ છે. મૃતદેહો સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 8:11 am, Sun, 31 March 24