અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે (Express way) પર અકસ્માતની ઘટના સામે આવી છે. નડિયાદ પાસે એક્સપ્રેસ વે પર ટ્રેલરમાં (Fire in trailer) લાગી આગ હોવાની જાણકારી મળી છે. અમદાવાદથી વડોદરા ટ્રેલર જઈ રહ્યું હતું. ટ્રેલરમાં અચાનક લાગી આગ લાગી જતા ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્રારા ભારે જહેમત બાદ ટ્રેલરમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે.
આ આગ અકસ્માતની અસર યાતાયાત પર પણ જોવા મળી. આગના કારણે અમદાવાદથી વડોદરા તરફની મેઈન લેન થોડા સમય માટે બંધ કરવામાં આવી. એક્સપ્રેસ વે પર સવારના સમયે રસ્તો બંધ રહેતા ભારે તકલીફ લોકોને પણ પડી. ત્યારે થોડા સમય હાઇવે પેટ્રોલિંગ ટીમ દ્વારા ટ્રાફિકને પૂર્વરત કરવામાં આવ્યો. જણાવી દઈએ કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ થઇ હોવાની માહિતી સામે આવી છે. પરંતુ આગ કઈ રીતે લાગી તેના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. પરંતુ આગ લાગવાના દ્રશ્યો ખુબ ભયંકર છે. પળવારમાં આખું ટ્રેલર બળીને ખાખ થઇ ગયું હતું. ત્યાંથી પસાર થનારા લોકો પણ જોઇને ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad: કિડની હોસ્પિટલના ડાયરેકટર બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, આ રીતે ઠગી રહ્યા છે ડીજીટલ ઠગ