ભરૂચમાં 75 બિલ્ડીંગો ફાયરસેફટીની દ્રષ્ટિએ રામ ભરોસે , કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડથી સબક ન લેનાર 6 બિલ્ડીંગોના પાણી કનેક્શન કટ કરાયા

|

Jul 08, 2021 | 6:26 PM

ભરૂચ પાલિકાએ ફાયર સિસ્ટમ લગાવીને ફાયર NOC મેળવી લેવા માટે 2 વખત નોટિસ આપી હતી પરંતુ અનદેખી કરવામાં આવતા આખરે પ્રાદેશિક કમિશ્નરની સૂચનાના આધારે 6 મિલ્કતોના નળ જોડાણો કાપી નાખતા મિલ્કત ધારકો દોડતા થયા છે.

ભરૂચમાં 75 બિલ્ડીંગો ફાયરસેફટીની દ્રષ્ટિએ રામ ભરોસે , કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડથી સબક ન લેનાર 6 બિલ્ડીંગોના પાણી કનેક્શન કટ કરાયા
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

ભરૂચમાં બિલ્ડીંગો બનાવી તેમાં ફાયરસેફટીની સુવિધા ઉભી ન કરનાર ૬ મિલ્કતોના ભરૂચ નગરપાલિકાએ પાણીના કનેક્શન કાપી નાખ્યા છે. ભરૂચ પાલિકાએ ફાયર સિસ્ટમ લગાવીને ફાયર NOC મેળવી લેવા માટે 2 વખત નોટિસ આપી હતી પરંતુ અનદેખી કરવામાં આવતા આખરે પ્રાદેશિક કમિશ્નરની સૂચનાના આધારે 6 મિલ્કતોના નળ જોડાણો કાપી નાખતા મિલ્કત ધારકો દોડતા થયા છે.

ભરૂચની પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટનામાં 16 દર્દીઓ અને 2 નર્સના મોત નિપજ્યા હતા. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પોલીસે મામલે હોસ્પિટલના ટ્રસ્ટીઓની ધરપકડ કરી હતી તો ફાયર એનઓસી ન હતું તેવા બિલ્ડિંગમાં કોવીડ સેન્ટર કાર્યરત હોવા બાબતે નિષ્કાળજીને લઈ બે ફાયરકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલો-કોમર્શિયલ કોમ્પલેક્સ, ઇન્ડસ્ટ્રીઝમાં આગજનીની ઘટનાઓમાં થયેલા વધારા બાદ હાઇકોર્ટની ટકોરથી આખરે સરકાર સફાળી જાગી હતી. રાજ્યમાં આગની દુર્ઘટનાઓ પર અંકૂશ મેળવવા માટે સરકાર દ્વારા નવી ફાયર પોલિસી ઘડવામાં આવી હતી. હાઇકોર્ટેમાં દાખલ કરેલી પીઆઈએલ અન્વયે ગુજરાત ફાયર પ્રિવેન્સન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ -2013 મુજબ દરેક જિલ્લામાં આવેલી હોસ્પિટલો, સ્કૂલો,ઉદ્યોગો અને નિશ્ચિત ઊંચાઈના લો રાઈઝ અને હાઈરાઈઝ બિલ્ડીંગો માટે ફાયર એનઓસી મેળવવા માટે ફાયર સિસ્ટમ લગાવવી ફરજીયાત બનાવાઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભરૂચ પાલિકાએ 4 કેટેગરીમાં હોસ્પિટલ, શાળા અને બિલ્ડીંગો મળી 111 તમામ મિલ્કતોને ફાયર સિસ્ટમ લગાવવા અને ફાયર NOC મેળવવા 2 વખત નોટિસ આપી હતી. તેમ છતાંય આ મિલ્કત ધારકોએ ફાયર એનઓસી મેળવા માટે પાલિકામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

કઈ બિલ્ડીંગના નળ કનેક્શન કપાયા

– શ્રી અંબે રેસિડેન્સી,સિંધવાઈ,ભરૂચ
– શેઠ કોમ્પ્લેક્ષ,મહંમદપુરા,ભરૂચ
– અંકુર ફ્લેટ-2 પાંચબત્તી,ભરૂચ
– અંકુર ફલેટ- 3 પાંચબત્તી,ભરૂચ
– અંકુર ફ્લેટ -4 પાંચબત્તી,ભરૂચ
– આંગન એપાર્ટમેન્ટ,મક્તમપૂર રોડ,ભરૂચ

ભરૂચ પાલિકાએ પ્રાદેશિક કમિશ્નર અરવિંદ વિજયનની સૂચનાઓ મુજબ આ મિલ્કત ધારકોના પાણી-ડ્રેનેજ-વીજળી ક્નેક્શન કાપવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે. ભરૂચ નગરપાલીકા પાસે કુલ 75 મિલ્કત ધારકોએ હજી સુધી ફાયર સિસ્ટમ નહીં લગાવીને ફાયર એનઓસી નહીં મેળવતા પાલિકાની ટીમોએ 6 બિલ્ડીંગોના નળ જોડાણ કાપી નાખ્યા છે. પાલિકાએ ફાયર એનઓસી નહીં મેળવનાર મિલ્કત ધારકો સામે આંખ લાલ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 

Published On - 6:22 pm, Thu, 8 July 21

Next Article