વિદેશ જવા માગતા લોકો રહેજો સાવધાન, અમદાવાદના 6 લોકો પાસે વિદેશ લઈ જવાના બહાને 70 લાખ રૂપિયાની ઠગાઈ

|

Mar 16, 2020 | 6:12 AM

વિદેશમાં અભ્યાસ કે નોકરીના બહાને જવા ઈચ્છતા લોકો રહેજો સાવચેત. અમદાવાદના રામોલમાં કેનેડા જવા માગતા એક પરિવાર સહિત 6 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. નર્સ તરીકે નોકરી કરતી ભૂમિ ચૌધરી કેનેડા જવાની તૈયારી કરતી હતી. તેનો અશોક ચાવડા સાથે સંપર્ક થયો. વસ્ત્રાલમાં એક સ્ટુડન્ટ વીઝાનું કામ કરતી ઓફિસે પહેલા અરાઈવલ વીઝા પર બેંગકોક જવાનું નક્કી […]

વિદેશ જવા માગતા લોકો રહેજો સાવધાન, અમદાવાદના 6 લોકો પાસે વિદેશ લઈ જવાના બહાને 70 લાખ રૂપિયાની ઠગાઈ

Follow us on

વિદેશમાં અભ્યાસ કે નોકરીના બહાને જવા ઈચ્છતા લોકો રહેજો સાવચેત. અમદાવાદના રામોલમાં કેનેડા જવા માગતા એક પરિવાર સહિત 6 લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે. નર્સ તરીકે નોકરી કરતી ભૂમિ ચૌધરી કેનેડા જવાની તૈયારી કરતી હતી. તેનો અશોક ચાવડા સાથે સંપર્ક થયો. વસ્ત્રાલમાં એક સ્ટુડન્ટ વીઝાનું કામ કરતી ઓફિસે પહેલા અરાઈવલ વીઝા પર બેંગકોક જવાનું નક્કી કર્યું. ત્યાંથી વર્ક પરમિટ પ્રોસેસ કરી કેનેડા લઈ જવાનું તરકટ રચ્યું.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

17 લાખના ખર્ચે બેંગકોકથી કેનેડાના વિઝા મળશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ રીતે 6 લોકો પાસે 70 લાખ રૂપિયા લઈને પાસપોર્ટ પડાવી લીધા અને 15 દિવસમાં વીઝા આપવાનું કહ્યું. ત્યારબાદ ઠગબાજોના ફોન બંધ થતાં છેતરપિંડી થયાની જાણ થઈ હતી. ઠગાઈનો ભોગ બનેલા લોકો ઈમરજન્સી પાસપોર્ટના સહારે અમદાવાદ પરત આવ્યા અને ભોગ બનનારા લોકોએ વાજીદ, અમર, સતપાલ, સમર સામે ફરિયાદ નોંધાવી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રામોલ પોલીસે 7 ઠગ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશ જવાના સપના તો દૂર જીવનભરની બચત ચાંઉ કરનારા લોકો ક્યારે ઝડપાશે? આ ઠગાઈનો ભોગ બનનાર લોકોને મૂડી પરત મળશે કે કેમ તે મોટો સવાલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો : કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું

Next Article