રાજકોટમાંથી ઝડપાયું 66.90 ગ્રામ MD drugs, SOG એ એક શખ્સની કરી ધરપકડ

|

Jun 01, 2022 | 2:59 PM

રાજકોટમાંથી SOG પોલીસે 66.90 ગ્રામના MD drugs સાથે એકની ધરપકડ કરી હતી. આ ઘટનામાં પોલીસે કુલ 6.77 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો.

રાજકોટમાંથી ઝડપાયું 66.90 ગ્રામ MD drugs, SOG એ એક શખ્સની કરી ધરપકડ
66.90 gm MD drugs seized from Rajkot, SOG

Follow us on

રાજકોટ (Rajkot)શહેરમાંથી SOGએ મેફેડ્રોન ડ્રગ્સ (Drugs)સાથે એક આરોપીને ઝડપ્યો હતો. પોલીસને (Rajkot police)મળેલી બાતમીને આધારે રાજકોટ શહેરના મનહર પ્લોટની શેરી નંબર 2માંથી યોગેશ બારભાયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસે કુલ 66.90 ગ્રામનો જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સની કુલ કિંમત  6.77 લાખ થાય છે.  પોલીસે યોગેશ બારભાયાની વધુ તપાસ તેમજ પૂછપરછ હાથ ધરી છે. જેથી રાજકોટમાં  ચાલતા નશાના કારોબારમાં કોણ કોણ સંકળાયેલા છે તે અંગે વધારે માહિતી પ્રાપ્ત થઈ શકે.

પોલીસે ચોક્કસ બાતમીને આધારે  વોચ ગોઠવી હતી. તે દરમિયાન  મનહર પ્લોટમાંથી યોગેશ બારભાયાને ઝડપ્યો હતો અને તેની પાસેથી   SOG પોલીસને 66.90 ગ્રામના MD drugs મળી આવ્યું હતું. જેની બજાર કિંમત કુલ 6. 77  લાખ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

નોંધનીય છે કે રાજકોટમાં છેલ્લા થોડા સમયથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. અને પોલીસ અહેવાલ મુજબ યુવાનો નશાની ગર્તામાં ધકેલાઈ રહ્યા છે નોંધનીય છેકે થોડા સમય પહેલા પણ પોલીસે એક ડ્ર્ગ પેડલરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 5 લાખ ઉપરાંતની કિંમતનો મેફેડ્રોન ડ્ર્ગનો જથ્થો ઝડપ્યો હતો. એકાદ મહિના અગાઉ પોલીસે આ જથ્થો આરોપીના ચંપલમાંથી જબ્બે કર્યો હતો.

રાજકોટ પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા સતત વોચ ગોઠવીને  ડ્ર્ગ્સ પેડલરને ખુલ્લા પાડવાની  કવાયત હાથ ધરવામાં આવી રહી છે જેથી  શહેરના યુવાવર્ગને ખોટી લતમાં ફસાવનારા તત્વોને  ઝડપીને  તેની ઉપર કાયદાકીય કામગીરી હાથ ધરી શકાય. તો  બીજી તરફ આજે  જૂનાગઢમાં પણ ડ્ર્ગસ ઝડપાયું હોવાની માહિતા પ્રાપ્ત થઈ હતી.

Next Article