શું વાત છે! પેંગ્વિન જોવા મળશે ગુજરાતમાં? અમદાવાદમાં આ સ્થળે સાઉથ આફ્રિકાથી લવાયા 6 પેંગ્વિન

શું વાત છે! પેંગ્વિન જોવા મળશે ગુજરાતમાં? અમદાવાદમાં આ સ્થળે સાઉથ આફ્રિકાથી લવાયા 6 પેંગ્વિન
6 penguins were brought from South Africa to Ahmedabad Science City

આવનારા સમયમાં સાયંસ સિટીમાં પેંગ્વિન પણ આકર્ષણ જમાવી શકે એવી શક્યતાઓ છે. હાલમાં ખુબ સહેલાણીઓ સાયન્સ સિટીમાં પર્યટન માટે આવે છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Oct 20, 2021 | 12:53 PM

અમદાવાદમાં સાયન્સ સિટીમાં આજકાલ ખુબ પ્રવાસીઓ આવી રહ્યા છે. સાયન્સ સિટીમાં શરૂ થયેલી એક્વાટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. ત્યારે અન્ય ઘણા પ્રોજેક્ટ પર પણ કામ થઇ રહ્યું છે. આવામાં અહેવાલ સામે આવ્યા છે કે સાયન્સ સિટી માટે 6 પેંગ્વિન લાવવામાં આવ્યા છે. અત્યાર સુધી વિવિધ પ્રકારની માછલીઓ તો લોકોનું ધ્યાન ખેંચતી જ હતી. હવે પેંગ્વિનથી સાયન્સ સિટીનું આકર્ષણ વધશે. માહિતી અનુસાર સાઉથ આફ્રિકાથી આ પેંગ્વિન લાવવામાં આવ્યા છે. જેને 15 દિવસ માટે કવોરન્ટીન રાખવામાં આવ્યા છે.

પેંગ્વિનને રાખવા સાયન્સ સિટીમાં ખાસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તેની ઈકો સિસ્ટમ પ્રમાણેનું વાતાવરણ મળી રહે તેવું સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. પેંગ્વિનને 1થી માઇનસ 7 ડિગ્રી ટેમ્પરેચરની જરૂર પડે છે.

આવનારા સમયમાં સાયંસ સિટીમાં પેંગ્વિન પણ આકર્ષણ જમાવી શકે એવી શક્યતાઓ છે. હાલમાં ખુબ સહેલાણીઓ સાયન્સ સિટીમાં પર્યટન માટે આવે છે. ત્યારે દિવાળી સુધીમાં કવોરન્ટીન પત્યા બાદ આ પેંગ્વિનને સામાન્ય લોકો નિહાળી શકશે એવા અહેવાલ આવી રહ્યા છે. આ 6 પેંગ્વિનને ખાસ પ્રકારના કન્ટેઇનરમાં સાઉથ આફ્રિકાથી લાવવામાં આવ્યા છે. ખુબ મહેનત બાદ અમદાવાદ સુધી લાવવામાં આવ્યા છે. એક મહિના સુધી તેની પ્રેક્ટીસ કરવામાં આવી હતી. તેમજ તમામ પાસાઓ ચકાસવામાં આવ્યા હતા. પેંગ્વિનને નવી પાંખો આવ્યા બાદ તેમને કન્ટેનરમાં લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

મળેલી માહિતી અનુસાર આ પેંગ્વિને સાચવવા 80 તાલિમબદ્ધ મરિન સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ સ્ટાફ સ્વિટઝરલેન્ડની કંપની દ્વારા ટ્રેઈન્ડ છે. જનાચી દઈએ કે પેંગ્વિનના આહરમાં નાની પેલેજિક માછલીઓ જેવી કે પિલચાર્ડ્સ, એન્કોવીઝ, હોર્સ મેકરેલ અને હેરિંગનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહે માણસા બહુચર માતા મંદિરમાં પૂજા કરી, કુળદેવી પ્રત્યે શાહને છે અપાર શ્રદ્ધા

આ પણ વાંચો: ST કર્મચારીઓનું સરકારને રાત્રે 12 વાગ્યા સુધીમાં જવાબ આપવા અલ્ટીમેટમ, હકારાત્મક વલણ નહીં દાખવે તો હડતાલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati