Vadodara : કમોસમી વરસાદે ખોલી મનપાની પોલ,15 ફૂટ ઊંડા ભૂવામાં પડ્યાં 5 લોકો, જુઓ Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ કમોસમી વરસાદ વરસતા મહાનગરપાલિકાની પોલ ખુલી છે. માંજલપુરમાં 15 ફૂટ ઊંડા ભૂવામાં પાંચ લોકો પડ્યાં છે. બે મહિલા સહિત 5 લોકો ભૂવામાં પડ્યા હતા.

Vadodara : કમોસમી વરસાદે ખોલી મનપાની પોલ,15 ફૂટ ઊંડા ભૂવામાં પડ્યાં 5 લોકો, જુઓ Video
Vadodara
| Edited By: | Updated on: May 08, 2025 | 3:55 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ કમોસમી વરસાદ વરસતા મહાનગરપાલિકાની પોલ ખુલી છે. માંજલપુરમાં 15 ફૂટ ઊંડા ભૂવામાં પાંચ લોકો પડ્યાં છે. બે મહિલા સહિત 5 લોકો ભૂવામાં પડ્યા હતા.

3 ઈંચ વરસાદમાં જ ભૂવારાજ !

યુવકને બહાર કાઢવા માટે JCB બોલાવવાની પડી હતી. બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સીડી મૂકીને બંન્ને મહિલાને બહાર કાઢી છે. વડોદરામાં 3 ઈંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ રોડ બેસી જવાની ઘટના બની હતી. બે મહિલા ભૂવામાં પડ્યા બાદ ભૂવાનું તાત્કાલિક પુરાણ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે વડોદરામાં પડેલા ત્રણ ઈંચ વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાવવા સાથે રોડ બેસી જવાના અને ભૂવા પડવાની ઘટનાઓ બની હતી. હજુ તો ચોમાસાની સીઝન આવી નથી. એ પહેલા જ આવી સ્થિતિ છે તો મનપા પ્રિમોન્સૂનની કામગીરી કઈ રીતે કરશે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.

અમદાવાદમાં ભૂવાનું સામ્રાજ્ય

ગુજરાત સહિત અમદાવાદમાં માવઠાએ તો બેફામ બેટિંગ કરી પરંતુ આ માવઠાએ ચોમાસા પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોની કામગીરીને ઉઘાડી પાડી દીધી છે. અમદાવાદના જજીસ બંગલા રોડ પર આવેલા ગોયલ પ્લાઝા સામે ભીમકાય ભૂવો પડ્યો છે.  આખે આખી કાર સમાઈ જાય તેટલો મોટો ભૂવો અહીં પડ્યો છે. દુકાનો આગળ જ વિશાળ ભૂવો પડતા દુકાનદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સીડીઓના ભાગે જ મોટા નુકસાનથી ઉપરની દુકાનોમાં જવામાં મુશ્કેલી થઈ રહી છે. તમને જાણીને નવાઈ લાગશકે અગાઉ કોર્પોરેશનની ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવાઈ હતી છતાં કામગીરી ન કરાઈ હોવાનો સ્થાનિકોનો દાવો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો