Gujarat Assembly MLA Oath : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ, જુઓ Video

ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો આજે શપથ લીધા છે.  પેટાચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ગુજરાતમાં લોકસભા સાથે 5 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી.

Gujarat Assembly MLA Oath : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ, જુઓ Video
| Edited By: | Updated on: Jun 11, 2024 | 4:47 PM

ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો આજે શપથ લીધા છે.  પેટાચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ગુજરાતમાં લોકસભા સાથે 5 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી.ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 5 બેઠક પર યોજાઈ હતી. જેમાં પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાના ધારાસભ્યો શપથ લીધા છે.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 5 ધારાસભ્યને શપથ લેવડાવ્યા છે. હવે વિધાનસભામાં 182માંથી 161 ધારાસભ્ય ભાજપના છે. જ્યારે કોંગ્રેસના માત્ર 13 ધારાસભ્યો છે.

પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડીયાએ લીધા શપથ

પોરબંદર પેટાચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જૂન મોઢવાડીયાની જીત થઈ છે. અર્જુન મોઢવાડિયાને કુલ 1,33,163 મત મળ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને હરાવ્યા છે.

અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના કદાવર નેતામાંથી એક હતા. તેઓએ 4 માર્ચ 2024ના રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ અર્જુન મોઢવાડિયા 5 માર્ચે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી નારાજ થઈ તેમના નેતૃત્વ સામે સવાલ ઉઠાવ્યા હતા. 1997થી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. 2002માં પોરબંદર બેઠક પર ધારાસભ્ય બન્યા હતા.ત્યારબાદ માર્ચ 2011માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા.

અરવિંદ લાડાણીએ લીધા શપથ

માણાવદર પેટાચૂંટણીની વાત કરીએ તો, આ બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરીભાઈ કણસાગરાને હારનો સામનો કરવો પડ્યો છે.

અરવિંદ લાડાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી 14 માર્ચે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.2019ની પેટાચૂંટણીમાં લાડાણી જવાહર ચાવડા સામે હાર્યા હતા.જો કે 2022ની ચૂંટણીમાં જવાહર ચાવડાને લાડાણીએ હરાવ્યા હતા.

લાડાણી માણાવદરના ખેડૂતોમાં લોકપ્રિય માનવામાં આવે છે.1997થી લાડાણી કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે જોડાયેલા હતા.1989માં પહેલીવાર કોડવાવ ગામના સરપંચ બન્યા હતા. બે વખત જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા છે. અરવિંદ લાડાણીએ ખરીદ વેચાણ સંઘના પ્રમુખની પણ જવાબદારી સંભાળી હતી.

સી.જે.ચાવડાએ શપથ લીધા

મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા સીટ પર ભાજપના સી.જે.ચાવડાની જીત થઇ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સી.જે ચાવડા તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. આ પૂર્વે પણ સી. જે. ચાવડા આ બેઠક પરથી 7 હજાર મતથી વિજેતા બન્યા હતા.

સી.જે.ચાવડાએ કોંગ્રેસમાં રાજીનામું આપી જાન્યુઆરી મહિનામાં ભાજપમાં જોડાયા હતા. 19 જાન્યુઆરીએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. જો કે સી.જે.ચાવડા ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમજ છેલ્લી વિધાનસભામાં મુખ્ય દંડકનું પદ સંભાળ્યું હતું.પહેલા ગાંધીનગર ઉત્તર વિધાનસભામાંથી જીતતા હતા. 2022માં મહેસાણાની વીજાપુર બેઠક પરથી જીત્યા હતા.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શપથ લીધા

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો, ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. જ્યારે આ બેઠક પરથી કોંગ્રેસના કનુ ગોહિલની હાર થઈ છે.

અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપી ભાજપમાંથી વિજેતા બન્યા હતા. અપક્ષ ધારાસભ્ય પદેથી 25 જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતુ.ધર્મેન્દ્રસિંહે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને હરાવ્યા હતા. જેમાં ગત ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. 2022માં 14 હજાર મતોથી ધર્મેન્દ્રસિંહ વિજેતા બન્યા હતા.વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં સારી પકડ ધરાવે છે. વાઘોડિયા વિસ્તારના દબંગ નેતા તરીકે જાણીતા છે. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહ ક્ષત્રિય રાજપૂત સમાજમાં આગેવાન નેતા પણ છે.

ચિરાગ પટેલે લીધા શપથ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ખંભાત બેઠકની વાત કરીએ તો, આ બેઠક પરથી ભાજપના ચિરાગ પટેલ વિજેતા થયા છે, જ્યારે કોંગ્રેસના મહેન્દ્રસિહ પરમારની હાર થઈ છે.

ચિરાગ પટેલ ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. તેઓ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે.વાસણાના સરપંચ તરીકે ચૂંટાઈ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
સહકારી ક્ષેત્રમાં પણ આગેવાન તરીકેની ભૂમિકા નિભાવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:21 am, Tue, 11 June 24