Rajkot : મેડિક્લેમ પાસ કરાવવા હદ વટાવી ! બે તબીબે અલગ અલગ રિપોર્ટ દર્શાવતા ભાંડો ફૂટ્યો, જુઓ Video

ગુજરાતમાં ફરી એક વાર મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. રાજકોટમાં બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. 40 લાખનો મેડિક્લેમ પકવવા માટે ષડયંત્ર રચ્યાનો ખુલાસો થયો છે. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળ તૈયાર કરાયા હતા.

Rajkot :  મેડિક્લેમ પાસ કરાવવા હદ વટાવી ! બે તબીબે અલગ અલગ રિપોર્ટ દર્શાવતા ભાંડો ફૂટ્યો, જુઓ Video
Rajkot
| Edited By: | Updated on: Apr 11, 2025 | 3:03 PM

ગુજરાતમાં ફરી એક વાર મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. રાજકોટમાં બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. 40 લાખનો મેડિક્લેમ પકવવા માટે ષડયંત્ર રચ્યાનો ખુલાસો થયો છે. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળ તૈયાર કરાયા હતા.

એક તબીબે ડાબી બાજુ તો અન્ય તબીબે જમણી બાજુ અસર હોવાનું લખતા ભાંડો ફૂટ્યો હતો. સમર્પણ હોસ્પિટલના કર્મચારીઓએ મળીને ષડયંત્ર રચ્યાના આક્ષેપ કર્યા છે. સિવિલ હોસ્પિટલના સહયોગ ઈમેજિનના MRIના ખોટા રિપોર્ટ પણ રજૂ કરાયા છે. સમગ્ર મામલે અમદાવાદના ડોકટરની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બોગસ રીતે મેડિક્લેમ પાસ કરાવવાનું કાવતરું !

રાજકોટના માધાપર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ દ્વારા પેરાલીસિસની સારવાર માટે રૂપિયા 40 લાખનો વીમો પકવવા ખોટા દસ્તાવેજ ઊભા કરાયા હતા. જો કે થર્ડ પાર્ટી ઈન્સપેક્શનમાં આખા મામલાનો પર્દાફાશ થયો. જેમાં સમર્પણ હોસ્પિટલનું નામ ઉછળ્યું છે. આ હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડાએ દર્દી મયુર છુંછરાને જમણી બાજુ પેરાલીસિસની અસર છે. તેને સમર્પણ હોસ્પિટલમાં સારવાર આપી હતી તેવો રિપોર્ટ રજૂ કર્યો હતો. તો ડૉ. અંકિત કાથરાણીએ દર્દી વતી ફોર્મ ભરીને વિગતો રજૂ કરી હતી. જેમાં ડાબી બાજુ અસર હોવાનું જણાવ્યું હતું. ભાંડો ફૂટતા અમદાવાદના ડૉ. રશ્મિકાંત પટેલ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બે તબીબના અલગ-અલગ નિદાનથી ભાંડો ફૂટ્યો

જો કે ષડયંત્રમાં જેના વિરુદ્ધ આંગળી ચિંધાઈ છે તેવી સમર્પણ હોસ્પિટલે તમામ આક્ષેપોને નકાર્યા છે. હોસ્પિટલના સંચાલકનો દાવો છે કે દર્દીને હોસ્પિટલના કર્મચારી મનોજ સીડાએએ સહી-સિક્કામાં મદદ કરી હતી. પરંતુ, તે સાથે હોસ્પિટલને કોઈ લેવા-દેવા નથી.

દર્દી અને કર્મચારી બન્ને પોતાની ભૂલ સ્વીકાર્યાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. અને દર્દીએ મંજૂર કરવા મૂકેલો ક્લેમ પણ પરત ખેંચી લીધાંનો દાવો છે. તો બીજી તરફ દર્દીએ સિવિલ હોસ્પિટલના સહયોગ ઈમેજીનના MRI રિપોર્ટ પણ રજૂ કર્યા હતા. જે પણ ખોટા હોવાનો ખુલાસો થયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો