Rajkot : નર્સરીમાં શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં બોલપેન ઘુસાડ્યાનો આરોપ, શાળાએ CCTV આપી આરોપો ફગાવ્યા, જુઓ Video

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીને શિક્ષિકાએ ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડી હોવાના આરોપ લાગ્યા છે. 11 એપ્રિલના રોજ શાળાએથી બાળકી ઘરે પહોંચીને માતાને ગુપ્તાંગમાં થતા દુખાવા અંગે જણાવ્યું હતુ. જે બાદ બાળકીને અસહ્ય પીડા થતી હોવાના કારણે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Rajkot : નર્સરીમાં શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગમાં બોલપેન ઘુસાડ્યાનો આરોપ, શાળાએ CCTV આપી આરોપો ફગાવ્યા, જુઓ Video
Rajkot
| Edited By: | Updated on: Apr 19, 2025 | 2:19 PM

ગુજરાતમાં દિવસે દિવસે શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં મહિલાઓ અને બાળકીઓને સુરક્ષાના બણગા ફૂંકવામાં આવતા હોય તેવુ લાગી રહ્યું છે. તેને જીવતું જાગતું ઉદાહરણ રાજકોટમાં સામે આવ્યું છે. રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીને શિક્ષિકાએ ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડી હોવાના આરોપ લાગ્યા છે.

4 વર્ષની બાળકીને ગુપ્તાંગમાં ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ

11 એપ્રિલના રોજ શાળાએથી બાળકી ઘરે પહોંચીને માતાને ગુપ્તાંગમાં થતા દુખાવા અંગે જણાવ્યું હતુ. જે બાદ બાળકીને અસહ્ય પીડા થતી હોવાના કારણે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. છેલ્લા 6 દિવસથી બાળકીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોએ શાળામાં કરતા સંચાલક શાળાનો લૂલો બચાવ કરી રહ્યાં છે. તેમજ શાળા CCTV ફુટેજ ન બતાવ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

 

ઈજાગ્રસ્ત બાળકી 6 દિવસથી સારવાર હેઠળ

કર્ણાવતી શાળામાં બાળકી પર અમાનવીય વર્તન કરનાર શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. શિક્ષિકા મિતલબેન વિરુદ્ધ પોક્સ અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. વિદ્યાર્થિનીની માતાએ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે નર્સરીની શિક્ષિકાએ તેની બાળકીના ગુપ્તભાગે ઈજા પહોંચાડી હતી. જેના પગલે બાળકી અસહ્ય દુખાવો થતા છેલ્લા 6 દિવસથી જનાના હોસ્પિટલમાં સારવાર હાથ ધરવામાં આવી છે.

 

શાળાએ ક્લાસના CCTV કર્યા જાહેર

ઉલ્લેખનીય છે કે કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાળકી સાથે થયેલી ક્રૂરતાની ઘટનામાં શાળા દ્વારા હવે સના CCTV જાહેર કરવામાં આવ્યા છે. 11 એપ્રિલે બાળકી જ્યાં બેઠી હતી ત્યાં જ બેઠી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શિક્ષિકા પણ બાળકીની નજીક ન ગયાનો સંચાલકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. નર્સરીની બાળકીને શિક્ષિકાએ ગુપ્તાંગમાં બોલપેનથી ઈજા પહોંચાડ્યાનો આરોપ છે. શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. શિક્ષિકા મિત્તલ બહેન વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

શાળાની માન્યતા રદ કરવાની માગ

જો કે હેવાનિયતની હદ વટાવતી ઘટનાના પગલે રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. જેના પગલે NSUIના કાર્યકરોએ કર્ણાવતી સ્કૂલ ખાતે હોબાળો મચાવ્યો છે. બાળકીને ન્યાય માટે કર્ણાવતી સ્કૂલ ખાતે NSUIએ વિરોધ નોંધાવ્યો છે. સ્કૂલની માન્યતા રદ કરવા અંગે પણ માગ કરવામાં આવી છે. જો કે આ ઘટના બનતા કર્ણાવતી સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:13 pm, Sat, 19 April 25