નર્મદા નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા , 2 ડૂબ્યા એકનો બચાવ

|

Mar 30, 2021 | 5:44 PM

હોળી-ધુળેટી પર્વે આનંદ ઉલ્લાસ અને મોજ નો માહોલ કલ્પાન્તમાં તબદીલ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે નર્મદા(Narmada) નદીના અંકલેશ્વર છેડે કોવીડ  સ્મશાન નજીક નદીમાં  ન્હાવા પડેલા ત્રણ મિત્રો તણાયા હતા જે પૈકી બે ડૂબી ગયા હતા જયારે એકનો બચાવ થયો હતો.

નર્મદા નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા , 2 ડૂબ્યા એકનો બચાવ
નર્મદામાં ત્રણ યુવાનો તણાયા બાદ સ્થાનિકોએ એકને બચાવી લીધો હતો.

Follow us on

હોળી-ધુળેટી પર્વે આનંદ ઉલ્લાસ અને મોજ નો માહોલ કલ્પાન્તમાં તબદીલ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજે નર્મદા(Narmada) નદીના અંકલેશ્વર છેડે કોવીડ  સ્મશાન નજીક નદીમાં  ન્હાવા પડેલા ત્રણ મિત્રો તણાયા હતા જે પૈકી બે ડૂબી ગયા હતા જયારે એકનો બચાવ થયો હતો.

સોમવારે જ ધુળેટી ના દિવસે ઝઘડિયામાં એક યુવાનનું નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. હજી આ ઘટનાને 24 કલાકનો સમય વીત્યો નથી ત્યાં ભરૂચના નર્મદા નદી કિનારે કોવિડ સ્મશાન પાસે નદીમાં મંગળવારે ન્હાવા પડેલા અંકલેશ્વર તાલુકાના કાસીયા ગામના 3 યુવાનો પૈકી 2 ડૂબવા લાગ્યા હતા.

2 યુવાનો કલ્પેશ કિશન વસાવા ઉ.વ.20 અને સુરેશ અરવિંદ વસાવા ઉ.વ. 22 પાણીમાં ગરક થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને સ્થાનિક માછીમારોની મદદથી લાપતા યુવાનોની શોધખોળ શરૂ કરાઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તંત્રને ઘટનાની જાણ કરતા સ્થાનિક તરવૈયા અને રેસ્ક્યુ ટીમો પણ મદદે મોકલાઈ હતી. શોધખોળ દરમ્યાન નદીમાંથી કલ્પેશનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે હજી સુરેશ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે. યુવાનો ડૂબ્યા હોવાની માહિતી કોવિડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ આપતા તંત્ર અને પોલીસ દોડતી થઈ હતી

Next Article