Rajkot : સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, 2023માં ATSએ ઝડપ્યા હતા, જુઓ Video

રાજકોટ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા અલ-કાયદાની વિચારધારા ફેલાવવા અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ ત્રણ આતંકીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આતંકીઓ અબ્દુલ શકુર અલી, અમન સિરાજ મલિક અને શાફન શહીદને તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે.

Rajkot :  સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, 2023માં ATSએ ઝડપ્યા હતા, જુઓ Video
Rajkot
| Edited By: | Updated on: Oct 01, 2025 | 1:39 PM

રાજકોટ સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા અલ-કાયદાની વિચારધારા ફેલાવવા અને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ ત્રણ આતંકીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આતંકીઓ અબ્દુલ શકુર અલી, અમન સિરાજ મલિક અને શાફન શહીદને તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે. આ કેસ 2023માં ગુજરાત ATS દ્વારા રાજકોટમાંથી તેમની ધરપકડ કર્યા બાદ શરૂ થયો હતો.

ગુજરાત ATSને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ અલ-કાયદા તંજીમની વિચારધારાનો પ્રચાર કરી રહ્યા છે અને યુવાનોને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા છે. બાતમીના આધારે ATSએ આ ત્રણેયને રાજકોટ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી હતી. વધુ તપાસ દરમિયાન, તેઓ રાજકોટના સોની બજારમાં આવેલા કૃષ્ણ કુંજ નામના મકાનમાં રહેતા હતા, જ્યાંથી ATSએ મોટા પ્રમાણમાં દેશવિરોધી સાહિત્ય કબજે કર્યું હતું.

 

3 આતંકીને અંતિમ શ્વાસ સુધીની સજા

કેસની સુનાવણી દરમિયાન, સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ આરોપીઓની વિચારધારા દેશવિરોધી છે. તેમના વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ અને અન્ય પુરાવાઓ દર્શાવે છે કે તેઓ સક્રિયપણે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. તેઓ વોટ્સએપના માધ્યમથી ઉશ્કેરણીજનક વીડિયો અને ફોટોગ્રાફ્સ મોકલી યુવાનોને, ખાસ કરીને સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોને કાશ્મીરના નામે ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હતા. ATSના સઘન સર્વેલન્સ અને પુરાવા એકત્રીકરણને કારણે આ સમગ્ર કાવતરું સામે આવ્યું હતું.

કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં લીધા બાદ સ્પષ્ટપણે સ્થાપિત કર્યું કે આ ત્રણેય આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. તેમની દેશની સુરક્ષા અને શાંતિ માટે ગંભીર ખતરો હતો. આ કેસ સાબિત કરવામાં ATS અને સરકારી વકીલને ઘણી મહેનત કરવી પડી હતી, કારણ કે આવા કેસોમાં પુરાવા એકત્રિત કરવા અને તેમને સાબિત કરવા પડકારજનક હોય છે.

આ ચુકાદો આતંકવાદ સામે ભારતની ઝીરો-ટોલરન્સ નીતિનું ઉદાહરણ પૂરું પાડે છે. જોકે, આરોપીઓ પાસે સેશન્સ કોર્ટના આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાનો કાયદેસરનો અધિકાર ઉપલબ્ધ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:31 pm, Wed, 1 October 25