ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે REMDESIVIR ના કાળાબજારિયાઓને ઝડપી પાડયા : 2ની ધરપકડ , કૌભાંડમાં સંડોવાયેલ એક તબીબ ફરાર

|

Apr 27, 2021 | 8:49 AM

ભરૂચ(Crime Branch) ક્રાઇમબ્રાન્ચે REMDESIVIR ઈન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપી પડ્યું છે.

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે REMDESIVIR ના કાળાબજારિયાઓને ઝડપી પાડયા : 2ની ધરપકડ , કૌભાંડમાં સંડોવાયેલ એક તબીબ ફરાર
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ભરૂચ(Crime Branch) ક્રાઇમબ્રાન્ચે REMDESIVIR ઈન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઝડપી પડ્યું છે. એક તબીબ સહીત ૩ લોકો સામે ગુનો નોંધાયો છે. કારમાં ઇન્જેક્શન વેચવા ફરતા બે શકશો ઝડપતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસની હલચલ દરમ્યાન તબીબ ફરાર થઇ ગયા છે.

એકતરફ લોકો REMDESIVIR ઈનકેશન માટે વલખા મારે છે અને સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી રહે તે માટે પ્રયાસ કરી રહી છે તે દરમ્યાન આફતમાં અવસર શોધતા ત્રણ લોકો સામે ભરૂચ પોલીસે લાલ આંખ કરી છે. ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર અનિલ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેમને એક કારમાં કેટલાક લોકો REMDESIVIR વેચવા ફરતા હોવાની માહિતી મળી હતી .

આ ઈન્જેકશન રાખવા અને વેચવા ઉપર મનાઈ છે ત્યારે તુરંત તેમને છટકું ગોઠવ્યું હતું. i10 કારમાં રાઘવેન્દ્રસિંગ અને ઋષાંક નામના બે શકશો તેમની પાસે પહોંચ્યા હતા આ શખ્સોની અટકાયત કરી જડતી લેવામાં આવતા REMDESIVIR ના બે અલગ – અલગ કામનીઓના ૯ ઇન્જેક્શન મળી આવ્યા હતા. પૂછપરછ બાદ આ બંને સાથે ડો સિદ્ધાર્થ મહીડાની પણ સંડોવણી બહાર આવી હતી.પોલીસની હલચલ દરમ્યાન તબીબ ફરાર થઇ ગયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બનાવ સંદર્ભે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે આ ટોળકીએ ઇન્જકેશન ક્યાંથી અને કેવીરીતે મેળવાયા તેની તપાસ હાથ ધરી છે.

 

Published On - 8:47 am, Tue, 27 April 21

Next Article